________________
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
અપકાય (પાણી) નું આયુષ્ય સાત હજાર વર્ષનું છે. તેઉકાયનું આયુષ્ય ત્રણ અહોરાત્રિનું છે તેમજ વાયુકાયનું આયુષ્ય ત્રણ હજાર વર્ષનું છે ...૫૬
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાયુકાય એ ચારે તેમજ પ્રત્યેક વનસ્પતિકાય અને બાદર નિગોદ મળી કુળ છ ભેદ બાદર એકેન્દ્રિય કહેવાય ...૧૭
આ છ પ્રકારના બાદર જીવોની કાયસ્થિતિ સીતેર ક્રોડાકોડી સાગરોપમ છે. એવું ત્રિભુવનના નાથ તીર્થકર ભગવંતો કહે છે. હવે સર્વ એકેન્દ્રિય જીવો વિશે ભાવ કહું છું તે ધ્યાનપૂર્વક તમે સાંભળો..૫૮
એકેન્દ્રિય જીવો સ્વિકાર્યમાં કેટલું રહે છે ? શ્રી જિનેશ્વરનાં વચનોથી સત્ય જાણી શકાય છે કે તેઓ અસંખ્યાતી ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ સુધી સ્વકામાં રહે છે...૫૯
આ પ્રમાણે એકેન્દ્રિયમાં અસંખ્યાતો કાળ આજીવે સમકિત વિના પસાર કર્યો. આ જીવનો એકેન્દ્રિય ભવ એળે ગયો. એકેન્દ્રિયપણે સમકિત ન હોવાથી તે સર્વ ભેદ મિથ્યાત્વમાં મુક્યા છે...૬૦
ભાગ્યયોગે તે કોડા, શંખ, જળો, છીપ ઈત્યાદિમાં બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થયો. તે સ્થાનમાં તેને સમકિત ક્યાંથી મળે?.૬૧
બેઇન્દ્રિય જીવોનું આયુષ્ય ૧૨ વર્ષનું છે. સમકિત વિનાતે ભવ પણ વ્યર્થ જાય છે. બેઈન્દ્રિયની બે લાખ યોનિ છે. તે સર્વ જીવોની ગણતરી મિથ્યાત્વમાં થાય છે...૬૨
બેઈન્દ્રિય જીવો એક સમયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા નવા જન્મે છે અને મૃત્યુ પામે છે. તેમજ જન્મ-મરણ કરતા રહે છે. તેમની સ્વિકાર્ય સ્થિતિ સંખ્યાતા વર્ષની છે, એમ જિનેશ્વર ભગવંત કહે છે...૬૩
વળી જીવ માકડ, કીડા, ઈદ્રગોપ, ગીગોડા આદિ તેઈન્દ્રિયપણે ઉત્પન થયો. ત્યાં ઘણું દુઃખ પામ્યો પરંતુ સમકિત વિનાતે ભવ પણ નિરર્થક ગયો...૬૪
તેઈન્દ્રિય જીવ એક સમયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા જન્મ અને મૃત્યુ પામે છે. આ રીતે ભમતા રહે છે. તેમનું આયુષ્ય ઓગણપચાસ દિવસનું છે. તેમની યોનિબે લાખ છે ..૬૫
તેમને નપુંસક્વેદ હોય છે. તેમની કાયસ્થિતિ સંખ્યાતા વર્ષ છે. અહીં પણ સમકિત ધર્મ ન પામવાથી જીવ સદામિથ્યાત્વી રહે છે...૬૬
વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરતાં જીવ ચૌરેન્દ્રિય પણે ઉત્પન થયો. તેમાં પણ તેણે સંખ્યાતા વર્ષો (મિથ્યાત્વમાં) પસાર કર્યા. ભમરા, ભમરી, માખી, તીડ, ડાંસ અને મચ્છર આદિ પણે ઉત્પન થયો.૬૭
ચોરેન્દ્રિય જીવનું આયુષ્ય છ માસનું છે. તેની બે લાખ યોનિ છે. તેમાં એક સમયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા જીવો એક સ્થાને જન્મ-મરણ કરી પરિભ્રમણ કરે છે...૬૮
તેમને નપુંસક વેદ હોય છે. તેમની કાયસ્થિતિ સંખ્યાતા વર્ષની છે. ચૌરેકિય પણ મિથ્યાત્વી હોવાથી તેઓ સમકિત ધર્મ ક્યાંથી પામી શકે?..૬૯