________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
નિગોદો રહેલી છે. એક નિગોદમાં અનંતા અનંતા જીવોઠાંસી-ઠાંસીને ભરેલા હોય છે.
એક શ્વાસોશ્વાસમાં નિગોદના જીવોના જન્મ મરણના સાડા સત્તર ભવ થાય છે. બે ઘડી ૪૮ મિનિટમાં ૬૫,૫૭૬ ભવો કરે છે. નિગોદના સર્વ જીવોને શરીરની ક્રિયાઓ સમાન હોય છે, પરંતુ કર્મનો બંધ, ઉદય, આયુષ્ય એક સાથે ઉત્પન્ન થયેલા જીવોનું પણ જૂદું જૂદું હોય છે. આ જીવોનું સ્વરૂપ કેવલીગમ્ય છે. સંસારી જીવો માટે તે શ્રત અને શ્રદ્ધાગમ્ય છે. આ નિગોદમાં ભવ્ય, અભવ્ય કે દુર્ભવ્ય જીવો હોય છે. અનંત જીવો આ સ્થાનેથી ક્યારેય બહાર નીકળવાના નથી. જે જીવો નીકળ્યા છે તે પણ ક્રમશઃ સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય, વિકલેક્રિયપણું પામી પ્રબળ પુણ્યોદયથી પંચેન્દ્રિયપણું પામે છે. મનુષ્યદેહ પ્રાપ્ત કરી મુક્તિ સિદ્ધ ન કરીએ તો પાછાં ઉતરતાં ઉતરતાં નિગોદ સુધી પહોંચી જવાય છે. પુનઃ નિગોદમાં ગયેલો જીવ વ્યવહારરાશિનો જીવ કહેવાય છે. અહીં અતિ મંદ ચેતના હોવા છતાં વિકાસયાત્રાનો પ્રારંભ માની શકાય; કારણ તે પુનઃ અવ્યવહારરાશિમાં જવાનો નથી.
પ્રત્યેક જીવ પૂર્વે અનંતકાળ નિગોદ અવસ્થામાં વિતાવે છે, જે અવ્યવહારરાશિ કાળ કહેવાય છે. જેમાં કર્મોની સઘનતા અને મિથ્યાત્વની બહુલતા છે.
જેમ પાંચે આંગળીઓ સાથે મળી કાર્ય કરે છે તેમ કોઈ પણ કાર્યની પૂર્ણતામાં પાંચ કારણો (સમવાય) હોય છે. તેમાંથી કોઈ મુખ્ય હોય, તો બાકીના ગૌણ હોય છે. (૧)આત્માને પરમાત્મા થવાનું કાર્ય કરવા માટે આત્મામાં ભવ્યત્વ સ્વભાવ જોઈએ. (૨) નિયતિથી આત્મા અવ્યવહારરાશિમાંથી બહાર નીકળે છે. (૩) કર્મોના કારણે આત્મા અચરમાવર્ત કાળમાં ભટકતો રહે છે. (૪) કાળ પરિપક્વ થતાં જીવ ચરમાવર્ત કાળમાં પ્રવેશે છે. (૫) ચરમાવર્ત કાળમાં પ્રચંડ ધર્મપુરુષાર્થ કરી મોક્ષ મેળવે છે.
બ્રહ્માંડના સર્વ જીવોની મૂળભૂમિ નિગોદ છે. જેમ અથડાતાં-કૂટાતાં પથ્થર સુંદર આકારવાળો અને લીસો બને છે, તેમ જીવ પણ અથડાતાં-કૂટાતાં કાળ પસાર થતાં અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે. વ્યવહારરાશિમાં કાળ પરિપાક થતાં જીવ ચરમાવર્તમાં આવે છે. ચરમાવર્તમાં જીવ શુક્લપક્ષી બને છે.ચરમાવર્તમાં જેનો સંસારકાળ ઉત્કૃષ્ટ અર્ધ પુલ પરાવર્તન જેટલો રહે છે, ત્યારે જીવ સમ્યગ્ગદર્શન પામી શકે છે. આ સમ્યગદર્શન પણ ભવ્ય જીવોને જ પ્રાપ્ત થઈ શકે છે. જેમ કોરડું મગ આકરા અગ્નિમાં પણ ન સીઝે; તેમ અભવ્યને સમ્યગુદર્શન કે ચરમાવર્તકાળ ને સ્પર્શે. જીવ અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં ભવિતવ્યતાની પ્રધાનતાથી પ્રવેશે છે. વ્યવહારરાશિમાં આવ્યા પછી આયુષ્ય સિવાયના સાતે કર્મોની સ્થિતિ અંતઃ ક્રોડાકોડી સાગરોપમની બને ત્યારે જીવ ગ્રંથિદેશને પામે છે. અહીં કર્મની પ્રધાનતા છે. ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણમાં પુરુષાર્થની પ્રધાનતા છે. ચરમાવર્તકાળમાં મુમુક્ષુ અદમ્ય પુરુષાર્થ કરે તો સિદ્ધિ મેળવે છે.
અવ્યવહારરાશિમાંથી પ્રથમ વાર બહાર નીકળેલો જીવ યથાસંભવ બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ગમે ત્યાં ઉત્પન થઈ શકે છે. (દેવ, નારક કે મનુષ્યમાં ઉત્પન થતાં નથી. અહીંથી યથાસંભવ સંસારની ચારે ગતિનું ભ્રમણ આરંભ થાય છે.