________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
(૩૧) શત્રુજ્ય રાસ - કડી-૩૦૧ (૩૨) શીલશિક્ષા રાસ :- –
નંબર ૨૪ થી ૨૯, ૩૧અને ૩૨ ની હસ્તપ્રતો મળતી નથી. નંબર ૩૦ ની પ્રત દેવચંદ લાલચંદ લાયબ્રેરી, સુરતમાં છે. (છેલ્લું પત્ર નથી)
આ ઉપરાંત કવિએ કેટલીક નાની કૃતિઓ પણ રચી છે. જેની નોંધ નીચે પ્રમાણે છે. (૧) નેમિનાથ નવરસો(નેમિનાથ રાજમતિ સ્તવન)-ઈ.સ. ૧૬૦૬(વિકલ્પ ૧૬૦૮ અથવા ૧૬૧૧), કડી-૭ર (૨) આદિનાથ આલોયન સ્તવન - ઈ.સ. ૧૬૧૦, કડી-પ૭ (૩) આદિનાથ વિવાહલો - ઈ.સ. ૧૬૧૧, કડી– કડી-૬૯ (૪) બાર આરા સ્તવન – ઈ.સ. ૧૬૨૨, કડી-૭૬ (૫) ચોવીસ જિન નમસ્કાર (છપયબદ્ધ)- ઈ.સ. ૧૬ર૬, (૬) તીર્થકર ચોવીસના કવિત - ઈ.સ. ૧૬ર૬ (૭) મહાવીર નમસ્કાર - (૮) આદીશ્વર વિવાહલો - કડી-૬૯
- ઉપરોક્ત માહિતી અનુસાર કવિએ ઈ.સ. ૧૬રમાં રચેલા હીરવિજયસૂરિ રાસ'માં પોતાની સાહિત્યિક કૃતિઓની સર્જન સંખ્યા ચોત્રીસ દર્શાવેલ છે. તેથી કહી શકાય કે કવિ ઋષભદાસે ઈ.સ. ૧૯ર૯ સુધીમાં ચોત્રીસ રાસોનું કવન કર્યું ત્યારપછી પણ બે મોટા રાસોની રચના કરી હોવી જોઈએ. નંબર ૨૪ થી ૩૨ સુધીના નવ રાસ ઈ.સ. ૧૬ર૯ પહેલાં રચાયાં હોવા જોઈએ એવું અનુમાન કરીએ તો પણ ઉપર્યુક્ત ગણતરીએ કવિની ઓછામાં ઓછી મોટી રાસકૃતિઓ ૩૬ તો હોવી જ જોઈએ. તે ઉપરાંત કવિએ સાત જેટલી નાની કૃતિઓ, ૩૩ સ્તવનો, ૩ર નમસ્કાર, ૪ર થોયો-સ્તુતિઓ, ૪૦૦ સુભાષિતો, ૪૧ગીત, ૫ હરિયાળી, કેટલીક બોધપ્રદ સઝાયો વગેરે નાની કૃતિઓ રચી ગુજરાતી જૈન સાહિત્યને ખીલવ્યું છે. કવિ ઋષભદાસની મોટાભાગની કૃતિઓ અપ્રગટ છે તેમજ કેટલીક રચનાઓની હસ્તપ્રતો પણ અપ્રાપ્ય છે.
ઉપરોક્ત પ્રતોની યાદી પરથી જણાય છે કે જૈન ગુજરાતી કૃતિઓની વિપુલતામાં કવિ ઋષભદાસ, તે કવિ નયસુંદરથી ચડી જાય છે, અને કવિ સમયસુંદરની સમકક્ષાએ છે. ગીતો અને પદોની રચનામાં કવિ સમયસુંદર ઉત્તમ છે; પણ કવિત્વ અને પ્રતિભામાં કવિ ઋષભદાસ આદિ ત્રણે કવિઓ સમકક્ષ છે.
કવિ ઋષભદાસની કેટલીક રાસકૃતિઓની સમ્યગુદર્શન સાથે તુલનાઃ
કવિની ધર્મકથાનુયોગની સર્વપ્રથમ ચરિત્રાત્મક રચના ઋષભદેવરાસ છે. ભગવાન ઋષભદેવ એ જૈન ધર્મના સંસ્થાપક, પ્રથમ રાજા, પ્રથમ ધર્મનેતા, પ્રથમ સંત અને પ્રથમ તીર્થંકર હતા. તેમણે જગતના જીવો પર કરુણા લાવી અબુધજનોને લોકવ્યવહારની સમજ આપી. યુગલિક કાળ એ અધર્મનો કાળ છે. ભગવાન 28ષભદેવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માર્ગની પ્રરૂપણા કરી. જૈન દર્શનનાં મૂળ ત્રણ તત્ત્વોમાં સૌ પ્રથમ દેવ