________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
અર્થ : હે ભગવાન ! આપની સ્તુતિ કરતાં ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક કિંમતી એવું સમ્યકત્વ પ્રાપ્ત થવાથી જીવો નિર્વિબે અજરામર સ્થાનને પામે છે. આપના નામ સ્મરણથી કામધેનુ આદિ ઈચ્છાપૂરક વસ્તુઓ અવશ્ય પ્રાપ્ત થશે, પરંતુ મને તો બોધિની જ પ્રાપ્તિ જોઈએ છે. આ બોધિ પણ એક ભવ પૂરતી નહીં પણ ભવોભવ જોઈએ છે.
શ્રી જ્ઞાતાસૂત્રમાં સમ્યગુદર્શનને ચિંતામણિ રત્ન'ની ઉપમા આપી છે. ચિંતામણિ રત્નથી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે તેમ સમ્યગ્દર્શનથી જીવ આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે છે. સમકિતી જીવ સંસારમાં રહી આરંભ-સમારંભરૂપ પ્રવૃત્તિ કરે તો પણ તેને અલ્પ બંધ થાય છે કારણકે તેને નિર્દય પરિણામ ન હોય.
સમ્યગુદર્શન મોક્ષમાર્ગનું પ્રવેશ દ્વાર છે. સમ્યગદર્શન પછી જ ભવની ગણતરી પ્રારંભ થાય છે. તેથી જ આચાર્ય સમન્તભદ્ર સ્વામીએ સમ્યગદર્શનને મોક્ષમાર્ગનું કર્ણધાર કહ્યું છે".
સમ્યક્ત્વનો મહિમા વર્ણવતાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે -
ચારિત્ર રહિત જીવો સમ્યગુદર્શનના પ્રભાવે સિદ્ધ થાય છે પણ સમ્યગુદર્શનથી રહિત જીવો સિદ્ધ થતા નથી કારણ કે મિથ્યાષ્ટિઓની સિદ્ધિ ન થાય".
સમ્યક્ત્વનું ફળદર્શાવતાં પૂર્વાચાર્યો કહે છે. દેવમાં પણ ઈજા પદને શુદ્ધ સમ્યગુરુષ્ટિ જીવો જ પ્રાપ્ત કરી શકે છે.
સમ્યકત્વ પ્રાપ્ત થવા પૂર્વે જીવે જો પરભવનું આયુષ્યન બાંધ્યું હોય અથવા સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી તે સમ્યકત્વનું વમન ન થયું હોય તો મનુષ્ય કે તિર્યંચ નિયમા વૈમાનિક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, તેમજ દેવ અને નારકી મનુષ્ય ગતિમાં જન્મે છે".
સમ્યગુદર્શન અધ્યાત્મ જગતનું શ્રેષ્ઠ રન અને સિદ્ધિનું સુખ દેનાર છે. સમ્યગુદર્શન જ મોક્ષ પ્રસાધક છે. સમકિતનું અનંતર ફળ સદ્ગતિ છે અને પરંપર ફળ મોક્ષગતિ છે.
આત્માની શ્રદ્ધાને સમ્યગુબોધ છે. પૂર્વાચાર્યોની આ ભાવના કવિ દ્વારા કડી૮ થી ૧રમાં વ્યક્ત થઈ છે. સમ્યકત્વથી ધાર્મિક અનુષ્ઠાનોમાં તેજ આવે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે
मासे मासे तु जो बालो कुसग्गेणं तु भुंजए ।
न सो सुयक्खाय धम्मस्स कलं अग्घइ सोलसिं ।।" અર્થ અજ્ઞાની, માસ-માસના ઉપવાસ કરે છે અને પારણામાં સોયની અણી પર રહે તેટલો જ આહાર કરે, છતાં તેઓ સમચારિત્ર રૂપ મુનિધર્મના સોળમા ભાગનું ફળ પણ પ્રાપ્ત કરી શકતા નથી. તેવું જ બૌદ્ધ ધર્મમાં પણ કહ્યું છે
मासे मासे कुसग्गने, बाला भुंजेथ भोजनं ।
न सो संखत धम्मानं, कलं अग्धति सोलसिं ।।। અર્થ માત્ર ક્રિયાકાંડ કે તપશ્ચર્યાથી ધર્મ પ્રાપ્તિ થતી નથી. ક્રિયાકાંડ ભલે ગમે તેટલા ઉત્કૃષ્ટ, કે આશ્ચર્યકારી હોય પણ સખ્યત્વ વિનાતે નિઃસાર છે. ચંદ્રની સોળમી કળા અમાસના દિવસે હોય છે પરંતુ તે અસાર છે તેમ