________________
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસમને આધારે
સમકિત વિનાની કરણી પણ અસાર છે. ભગવાન મહાવીરની અણમોલ વાણીનો અનુપમ સંગ્રહ એટલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તેમાં કહ્યું છે
णस्थि चरितं सम्मत्त विहूणं, सणे उ भइयत्वं ।" સન્મત્ત નિત્તારૂં ગુજાવ, કુવવા સત્ત ર૬ णादंसणिस्स णाणं, णाणेण विणा ण हुंति चरणगुणा ।
अगुणिस्स णस्थि मोक्खो, णित्थ अमोक्खस्स णिबाणं ।।३०।। અર્થ સમ્યકદર્શન વિના જીવને સમ્યકજ્ઞાન પ્રાપ્ત થતું નથી. સમ્યક જ્ઞાન વિના સમ્યક ચારિત્ર પ્રગટ ન થાય. સમ્યફ ચારિત્ર વિના કર્મોથી મુક્તિ ન મળે. કર્મોથી મુક્તિ વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.
આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ કહે છે
સમ્યકત્વ વિના ચારિત્ર નથી. સમ્યકત્વમાં ચારિત્રની ભજના છે. સમ્યકત્વ અને ચારિત્રમાં પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત થાય પછી ચારિત્ર પ્રાપ્ત થાય તેવું પણ બની શકે.
સમ્યગુદર્શન એ સમસ્ત ધર્મકાર્યોનો સાર છે. વ્રત, નિયમ, તપ, ગુણ ઈત્યાદિમાં કલ્યાણકારકતા સમ્યગુદર્શનથી પ્રગટે છે. જેમ કલાકાર વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. પોતાની કલાપૂર્ણ દૃષ્ટિથી વસ્તુને મૂલ્યવાન બનાવે છે, તેમ સમ્યગદર્શનરૂપી કલાકાર પોતાની સત્ય દષ્ટિથી જીવનના દરેક વિચાર, વચન, કાર્ય અને પ્રવૃત્તિને સુંદર બનાવે છે. જ્યાં સમ્યગ્દર્શનરૂપી પારસમણિ છે, ત્યાં લોહરૂપ જ્ઞાન અને ચારિત્ર પણ સુવર્ણવત્ સભ્ય બની જાય છે. શ્રી સ્વાર્થાધિગમ સૂત્રમાં વાચક ઉમાસ્વાતિજી કહે છે
સચવનરાવરિત્રાળગોન" અર્થ સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રની પરિપૂર્ણતા એ મોક્ષ છે.
સમ્યગદર્શન એ સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રનો પાયો છે. સમ્યગદર્શનરૂપી પાયો મજબૂત હોય તો સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રરૂપી મહેલટકી શકે છે. સમ્યગુજ્ઞાન અને સમ્યગુદર્શન એ મોક્ષરૂપી સીડીના બે છેડા છે અને સમ્યફચારિત્રએ સીડીનાં જુદાં જુદાં અવસ્થાંતરો છે. આ ત્રિરત્નને આવરણ કરનાર કર્મોનો ક્ષય થતાં જીવ સિદ્ધિ મેળવે છે. સમ્યગુજ્ઞાનની ચરમ સીમા તે કેવળજ્ઞાન છે. સમ્યગુદર્શનની ચરમ સીમા તે કેવળદર્શન છે અને સમ્યગુચારિત્રની પરાકાષ્ટારૂપ યથાખ્યાત ચારિત્ર છે. મોક્ષ પ્રાપ્તિ માટે આ ત્રણ અમૂલ્ય તત્ત્વ છે પણ મોક્ષમાર્ગનો પ્રારંભ સમ્યગદર્શનથી જ થાય છે. શ્રી કુંદકુંદાચાર્ય ભાવપ્રાભૃત ગ્રંથમાં કહે છે
जय तारयाणचंदोमयराओ मयउभाण सव्वाणं ।
अहिओ तह सम्मत्तो रिसिसावयदुविहधम्माणं ।। અર્થ : જેમ તારાઓમાં ચંદ્રમા અને સમસ્ત મૃગ કુળોમાં મૃગરાજ સિંહ શ્રેષ્ઠ છે, તેમ મુનિ ધર્મ અને શ્રાવક ધર્મમાં સમ્યગુદર્શન જ શ્રેષ્ઠ છે.