________________
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે
દૂધ વિનાની ગાય શોભતી નથી, તેમ સમકિત વિના મનુષ્યનાં ગુણો શોભતાં નથી. વળી સુકૃત્ય પણ સમકિત વિના સફળ થતાં નથી..૨૫
જેમ સમતા વિના તપ અસાર છે, તેમ સમકિત વિના ધર્મ અસાર છે. તેથી સમકિત વિનાનો નર પાર ન પામી શકે (તેના ભવ ભ્રમણનો અંત ન આવે) ...ર૬
પુરુષાતન (શક્તિ) વિનાનો નર જેમ અસાર છે, તેમ સમકિત વિના ક્ષેત્ર (આત્મા) પણ અસાર છે. ગુણ વિનાનો નર કેવો હોય ?...૨૭
(જેમ) ધનવાનોના હાથે દાન આપવાથી શોભે છે. સાદા અને સુંદર પોત ઉપર વિવિધ ડીઝાઈનો શોભી ઉઠે છે, તેમ સમકિતરૂપી પોત સુંદર છે અને યમ-નિયમ આદિ બહુવિધ શોભાવનારી ભાત છે....૨૮
રૂપવંત, ગુણિયલ, વાચાળ, મધુર કંઠ, હાથમાં તાલ છે તેવી સ્ત્રી તેમજ અપાર વૈભવ અને (વિનયી) બાળકોથી ઘર શોભી ઉઠે છે ...૨૯
ચારે દિશામાં વિસ્તૃત થયેલો સંઘ, અમૃતથી ભરેલ સુવર્ણ કળશ અને સુવર્ણરત્નોથી સમૃદ્ધ ગૃહ પ્રશંસનીય છે...૩૦
જેમ સુંદર સીમાઓથી નગર અને ગદા સહિત ભીમ શોભે છે તેમ સમકિતથી યમ-નિયમ (વ્રતપ્રત્યાખ્યાન) શોભે છે...૩૧
દૂધની કટોરીમાં સાકરની જેમ સમકિત સહિત નિયમોનું સેવન કરવાથી, ઘી અને સાકર મિશ્રિત સેવની જેમ વાદિષ્ટ લાગે છે. (સમકિત સહિત વ્રત-નિયમનું સેવન આત્માને પુષ્ટિકારક બનાવે છે) ...૩૨
કવિઋષભદાસે કડી ૧૩ થી ૧૮ માં સમ્યકત્વનું માહાસ્ય દર્શાવ્યું છે. તેનું જ પ્રતિબિંબ આ ઢાળમાં જોવા મળે છે. ભૌતિક ક્ષેત્રે વસ્તુઓમાં ગુણોને કારણે સુંદરતા છે. તેવી જ રીતે આધ્યાત્મિક જગતમાં સમકિતને કારણે સુંદરતા છે. સમ્યગદર્શન એટલે સત્યદર્શન. સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી વ્યક્તિની દષ્ટિ જ બદલાઈ જાય છે. અહીં કવિ કુદરતની કળાઓમાં જાણે ખોવાઈ ગયા હોય એવું જણાય છે. તેમને કુદરતની દરેક વસ્તુઓ અને પદાર્થોમાં સમકિત (સમ્યક્દષ્ટિ) દેખાય છે. કવિને પૂર્ણિમાના ચંદ્ર જેવું, આહારમાં સબરસ જેવું અને માન સરોવરના હંસ જેવું સમ્યકત્વ શ્રેષ્ઠ અને સુંદર લાગે છે. આગામોમાં નમોલ્યુશં, પુચ્છિસુર્ણ ઈત્યાદિ સ્તુતિ છે. તેમાં સૂત્રકારે પ્રભુને કુદરતની ઉપમાઓ દ્વારા સ્તવ્યા છે; તેમ કવિ પણ આત્માના એક પ્રમુખ ગુણ સમ્યગુદર્શનની શ્રેષ્ઠતા અને સુંદરતા વર્ણવવા કુદરતની ઉપમાઓનો પ્રયોગ કરે છે. અહીં કવિએ શબ્દાનુપ્રાસ અને ઉપમા અલંકાર વાપર્યા છે.
- દુહા-૨ - ધૃત ખંડિ સેવ જ મલિ, ઉપજઈ રવાદ અત્યંત,
સમકત સાથિ કર્ણ, અચુ ભાઈ શ્રી ભગવંત. અર્થઃ ઘી સાકરના મિશ્રણથી સેવ અત્યંત સ્વાદિષ્ટ લાગે છે, તેમ સમકિત સહિત ક્રિયા (કરણી) અત્યંત પુષ્ટીકારક હોય છે, એમ શ્રી ભગવંત કહે છે...૩૩
•••૩૩