________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
૪૧
ટૂંકી લટીયે ઘોઘર સાદ, જા ભૂંડી તુઝ કિશ્યો સંવાદ.
આઉપમાઓ કવિની રમૂજીવૃતિ અને હાસ્યરસને ખીલવવાની નિપુણતા સ્પષ્ટ કરે છે. કવિએ જેવી રીતે હાસ્યરસ ખીલવવા પ્રયત્ન કર્યો છે, તેવીજ રીતે ભરત-બાહુબલિ રાસમાં વીરરસનું
નિરૂપણ કર્યું છે.
૪૬
પૃથિવી લાગી ધ્રુજવાજી, દિશિનો થાએ રે દાહ; ‘ઉલ્કાપાત થાએ સહીજી, અતિ ભૂંડા ત્યાં વાય'; ‘ઉડે ખેહ ત્યાં અતિ ઘણાજી, અને હોય હિા નિઘાત; પીત વર્ણ દાહડો થયોજી, દેખે બહુ ઉત્પાત’; સાયરને શોષે સહીજી, કરે પર્વત ચકચૂર; ૐ આકાશ ધંધોળતાજી, પૃથિવી ફાડે શૂર'; ‘અગ્નિમાં પેસે સહીજી, સિંહશું લેતા બાથ’.
શૂરવીરોના યુદ્ધથી ધરતી ધ્રુજી ઉઠે છે. દશે દિશાઓ પણ યુદ્ધની ભયંકરતાથી લાલવર્ણી બને છે. આકાશમાંથી તારાઓ ખરવાથી અને વીજળી પડવાથી હાહાકાર મચી જાય છે . તે સમયે યુદ્ધની ભયંકરતામાં વધા૨ો ક૨વા નઠારો પવન વાય છે. ચારે બાજુ ધૂળની ડમરીઓ ઊડે છે. યોદ્ધાઓના તલવાર, ભાલા તેમજ હથિયારોના અવાજ આદિ તથા હાથી-ઘોડાની ચિચિયારીઓનાં ભયંકર અવાજથી પર્વતોમાં તિરાડો પડે છે. તેના પડઘા બ્રહ્માંડમાં પડે છે, તેથી બ્રહ્માંડ ગાજી ઉઠે છે. શૂરવીર યોદ્ધાઓનું આ યુદ્ધ જાણે બે સિંહો એકબીજા સાથે બાથંબાથ ન કરી રહયા હોય તેવું લાગે છે.
યુદ્ધના આ દ્રશ્યથી પ્રકૃતિમાં થતાં ભયંકર પરિણામોનું કવિએ માર્મિક રીતે વર્ણન કર્યું છે.
ભરત-બાહુબલિનું પાંચ પ્રકારનું યુદ્ધ તેમજ પુંડરીક નગરીના વજનાભ રાજાની આલોચનાનાં સંદર્ભમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ પ્રાણીઓનો કવિએ વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. કવિની આ વર્ણન શૈલી પ્રેમાનંદની વર્ણન શૈલીનું સ્મરણ કરાવે છે. અલબત્ત, કવિ ઋષભદાસની શૈલીની છાયા તેના ઉત્તરવર્તી કવિ પ્રેમાનંદ અને કવિ શામળની રચનાઓમાં જોવા મળે છે.
કવિ ઋષભદાસને સામાજિક જ્ઞાન સાથે જ્યોતિષ વિષયક જ્ઞાન પણ હતું. તેમણે ભરત-બાહુબલિ રાસમાં ચૌદ સ્વપ્નોનું વર્ણન કર્યું છે. તેમજ સ્વપ્નમાં જોયેલી વસ્તુઓના આધારે ફળ નિર્દેશન, સ્વપ્ન જોયાના સમયને આધારે ફળ પ્રાપ્તિનો સમય, પુરુષ-સ્ત્રીનાં બત્રીસ લક્ષણો આદિ વિષયોને વિગતવાર વિસ્તારથી આલેખ્યા છે. સારા અને માઠા પ્રસંગોએ શકુનનું વર્ણન ક૨વું એ મધ્યકાલીન કવિઓની એક વિશેષતા છે. કવિ લાવણ્ય સમયે ‘વિમલપ્રબંધ' નામની રાસ કૃતિમાં શુકન-અપશુકનની માન્યતાઓનું નિરૂપણ કર્યું છે. કવિ ઋષભદાસની ‘સુમિત્ર રાજર્ષિ' રાસકૃતિ ચમત્કારોથી ભરપૂર છે.
નેમિનાથ સ્તવનમાં કવિએ કરુણરસનું નિરૂપણ કર્યું છે. જે કવિ પ્રેમાનંદની યાદ અપાવે છે. કવિ