________________
૪૦
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે
તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપદેશ તત્વ સમાયેલું છે.
તેમણે ચરિત્ર ચિત્રણની સાથે સાથે રાસ કૃતિને વધુ સુંદર બનાવવા ખંભાત, પાટણ, અયોધ્યા આદિ નગરોનાં વર્ણનો, ત્યાંની વિશેષતા, નગરજનોનાં વર્ણન, ત્યાંની સમૃદ્ધિ, ધર્મસ્થાનકો, લોકોની રહેણી કરણી, તેમનો પહેરવેશ ઈત્યાદિનું સુરેખ વર્ણન કર્યું છે. જેમાંથી આપણને ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ થાય છે. આ વર્ણનો પરથી કવિને માનવ જીવનનું અને જગતનું વિશાળ જ્ઞાન હતું એવું પણ સ્પષ્ટ થાય છે.
જેમ પ્રેમાનંદે રામાયણ, મહાભારત, ભાગવત આદિમાંથી કથાવસ્તુઓ લઈ આખ્યાનો રચ્યાં છે, તેમ કવિ ઋષભદાસે પણ જેને પુરાણોમાંથી કથાવસ્તુ લઈ ઋષભદેવ, ભરત-બાહુબલિ, રોહણિયા ચોર જેવી રાસકૃતિઓ રચી છે. આ ઉપરાંત વિધિ, બોધ, ઉપદેશ, હિતશિક્ષા, વિચાર, તીર્થ મહિમા અને દેવગુરુ-ધર્મ આદિ વિષયો પર રાસ રચી કવિએ પ્રકાશ પાડ્યો છે.
કવિ શામળની ઘણી કૃતિઓમાં મૌલિકતા નથી. તેમણે સંસ્કૃત વાર્તાગ્રંથો, લોક પ્રચલિત કથાઓ તેમજ જૈન-જૈનેત્તર પુરોગામીઓએ લખેલી વાર્તાઓનો ઉપયોગ કર્યો છે, તેમ કવિ ઋષભદાસે પણ શાસ્ત્રોકત પ્રસંગોને (દા.ત. કપિલ કેવળીની કથા, નંદિષેણની કથા) જેમ છે તેમ આલેખ્યાં છે. તેમાં કોઈ વિશેષ મૌલિકતા નથી. જેમ કવિ શામળ વિસ્તારથી કથાઓ આલેખી છે, તેમ કવિ ઋષભદાસે પણ પ્રસંગોપાત કથાઓનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે.
કવિ ઋષભદાસે પોતાની કૃતિમાં ફક્ત ચરિત્ર ચિત્રણ કે તત્ત્વજ્ઞાનનું જ નિરૂપણ કર્યું નથી. પરંતુ તેમાં હાસ્યરસ અને રમૂજવૃત્તિનું પણ નિરૂપણ કર્યું છે. જે પ્રેમાનંદની યાદ અપાવે છે. રણયજ્ઞ' કૃતિમાં કુંભકર્ણને જગાડવાનાં ઉપાયો, “મામેરું' કૃતિમાં નરસિંહ મહેતાની વહેલનું વર્ણન, “ઘણું ભારે માણસ' એવાં કુંવરબાઈનાં વડસાસુએ લખાવેલી પહેરામણીની યાદી સર્વત્ર પ્રેમાનંદની કુશળ હાસ્યકારની પ્રતિભા વર્તાય છે તેમ કવિ ઋષભદાસના ભરત-બાહુબલિ રાસમાં સંદેશો લઈને જતા બ્રહ્મણનું અને કુમારપાળ રાસમાં કદરૂપા નરનાં વર્ણનો રમૂજવૃત્તિવાળા છે. હિતશિક્ષા રાસમાં કદરૂપી નારીનું વર્ણન કવિ કૌશલ્યતાનું ઘાતક
છે.
કવિએ હિતશિક્ષા રાસમાં વિવિધ ઉપમા દ્વારા કુરૂપ નારીનું આબેહૂબવર્ણન કર્યું છે.
વિંગણરંગ જિલી જિલી, ભલકોઠી સરખી પાતલી; નીચીતાડ જીસી તું નાર, કયાંહાંથી આવી મુઝ ઘરબાર. નહાનું પેટ જિત્યો વાદલો, લહયોહીણ જીસ્યો કાંબલો; જીભ સંહાલીદાતરડા જિસી, દેખી અધર ઉંટ ગયાખસી. ભેંશ નયણી આવી કયાંહથી, પખાલ જલકીના ખપ નથી; પગ પીંજણીનેવાકાહાથ, બાવલશું કોણ દેશે બાથ. લાંબાદાંતનેટૂકું નાક, કૂટકની મુખકડવાં વાક્ય;