________________
પર
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ને આધારે
પ્રત્યેક ધર્મ સમુદાયોમાં માતા સરસ્વતીનો વિશિષ્ટ સ્વરૂપમાં સાદર સ્વીકાર થયો છે. હિંદુઓમાં ‘સરસ્વતી’ નામથી, વૈશ્યોમાં ‘શારદા’, બૌદ્ધોમાં ‘પ્રજ્ઞા પારમિતા’, ખ્રિસ્તીઓમાં ‘મીનર્વા’ અને જૈનોમાં ‘શ્રુતદેવી’ના નામથી માતા સરસ્વતીની પૂજા થાય છે. દક્ષિણ ભારત, બંગાલ, મેઘાલય આદિમાં ‘ત્રિપુરા ભારતી' નામથી વિખ્યાત છે.
ભગવાન ઋષભદેવની ગણના સૃષ્ટિના આદ્યકર્તા બ્રહ્મા તરીકે થાય છે. બ્રાહ્મી તેમની પુત્રી હતી. પરમાત્માએ જમણા હાથે તેને લિપિ શીખવાડી એ લિપિ બ્રાહ્મી લિપિ કહેવાઈ. બ્રાહ્મી વાણીની દેવતા તરીકે પ્રસ્થાપિત થઈ. કવિ ઋષભદાસે પણ બ્રહ્માપુત્રી તરીકે માતા સરસ્વતીને સંબોધ્યા છે. વળી ત્રણે જગતનો પ્રાણીઓનો વચન દ્વારા વ્યવહાર ચાલે છે તેથી માતા સરસ્વતી ત્રિપુરાદેવી – વાગ્દેવી કહેવાય છે.
તીર્થંકરોના જીવનબાગમાં શુક્લ ધ્યાનનો તાપ અને તપ દ્વારા શુદ્ધ શ્વેત પૂંજ સમી સરિતા અવતરી. એ શ્વેતપૂંજ સરિતા એટલે સરસ્વતી. તેની સાધના જ્ઞાન-પ્રકાશના આવરણોને તોડે છે અને આત્મસ્વરૂપ પ્રગટાવે છે. માતા સરસ્વતી એ જિનવાણી સ્વરૂપ હોવાથી બ્રહ્મ-આત્માનું જ્ઞાન કરાવે છે, તેથી જિનેશ્વરની વાણી એ જ સરસ્વતી છે. વર્તમાન કાળે જિનેશ્વર ભગવંતો સાક્ષાત્ હાજર નથી પરંતુ તેમની વાણી, એ સમ્યક્ત્વનું કારણ છે .
જૈન પરંપરામાં વિધિવત્ સારસ્વત ઉપાસના સર્વપ્રથમ આચાર્ય સિદ્ધસેન દિવાકરજીના ગુરુદેવ આચાર્ય વૃદ્ધવાદિ સૂરિજીના જીવનમાં દેખાય છે. તેઓ મહાન વાદી પુરૂષ તરીકે પ્રખ્યાત થયા. તેવીજ રીતે વૈદિક પરંપરામાં મહાકવિ કાલીદાસ, મહાકવિ હર્ષ, આદિ વિશ્વવિખ્યાત છે, જેઓ સરસ્વતી આરાધના કરી સિદ્ધ સારસ્વત બન્યા.
આ પ્રમાણે પ્રાચીન ભારતીય ગ્રંથ પરંપરા પ્રમાણે રાસકર્તાએ પોતાની કૃતિનો આરંભ પોતાનાં ઈષ્ટ દેવ-દેવીને નમસ્કાર કરી, તેમના આશિષ માગીને કરે છે. માણેકચોક નિવાસી સુવિખ્યાત કવિ તથા જગદ્ગુરુ હીરવિજયસૂરિના પરમભક્ત શ્રાવક કવિ ઋષભદાસે પોતાની રાસકૃતિઓના પ્રારંભમાં માતા સરસ્વતીની સ્તવના કરી છે. તેમના પ્રત્યેની પોતાની આસ્થા પ્રગટ કરી, તેમણે દરેક કૃતિમાં માતા સરસ્વતીની ઉપાસના કરી છે. ત્યારબાદ કવિ ચોવીસ જિનેશ્વર ભગવંતોનું કીર્તન કરે છે.
ચોવીસ તીર્થંકર કીર્તન :
તીર્થંકર ભગવંતો અવસર્પિણી(ઊતરતો કાળ) અને ઉત્સર્પિણી (વૃદ્ધિ પામતો કાળ)કાળમાં ચોવીસ– ચોવીસ થાય છે કારણ કે વિશિષ્ટ પુણ્યના સ્વામી એવા જિનેશ્વર દેવોને જન્મવા યોગ્ય સર્વ ગ્રહો શ્રેષ્ઠ કક્ષાના હોય તેવો ઉત્તમ સમય માત્ર ચોવીસ વખત જ પ્રાપ્ત થાય છે.
તીર્થંક૨ના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટના :
• તીર્થંકર માતાનું દૂધ પીતા નથી. ઈંદ્ર તેમના ઉછેર માટે અનેક દેવીઓને ‘ધાય' બનાવી નિયુક્ત કરે છે.
• ‘સર્વાં મે પાવવાં નિષ્ન' આ સંકલ્પ સાથે સંપૂર્ણ સાવધયોગને ત્યાગીને દીક્ષિત થતાં જ તીર્થંકરને