________________
કવિ અષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
વડે સમ્યકત્વની સમીપે જાય છે. સમ્યકત્વ માટે અપભ્રંશ ભાષામાં સમકિત શબ્દ વપરાયો છે. સમકિતની વ્યાખ્યાનો વિકાસ ક્રમઃ
ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના સમયમાં તત્ત્વચિંતન, આત્મદર્શન, તપશ્ચર્યા અને ત્યાગનું વાતાવરણ હતું. તેથી એક બાજુ શ્રદ્ધા અને મેઘાનું વાતાવરણ હતું, તો બીજી બાજુ તર્કવાદનું ગૌરવ હતું. ભગવાન મહાવીર પાસે ઈન્દ્રભૂતિ આદિ અનેક બ્રાહ્મણોએ પ્રતિસ્પર્ધા છોડી શિષ્યત્વ સ્વીકાર્યું. સિદ્ધાર્થ ગૌત્તમ પાસે પુરોહિત પુત્રોએ બુદ્ધનું શરણું સ્વીકાર્યું. તે સમયે શ્રદ્ધાનું વાતાવરણ હતું, એવું આગમો અને પિટકોની વર્ણનશૈલી દર્શાવે છે. ભગવાન મહાવીરની તપશ્ચર્યા કાળનો પૂર્વસહચર ગોશાલક અને તેમના જમાઈ જમાલી મુનિએ ભગવાન સાથે તર્કયુદ્ધ કર્યું હતું. એ સિવાય વિક્રમ પૂર્વેના પાંચમા અને છઠ્ઠા સૈકાનો સમય શ્રદ્ધાની પ્રધાનતાવાળો સુવર્ણયુગ હતો.
ત્યાર પછી તર્કનું જોર વધતાં શ્રદ્ધા ગૌણ બની તેથી સમકિતનો સ્થૂળ અર્થ વિસ્તાર પામ્યો. ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ આઠમા-નવમા સૈકામાં જૈન મતવાદીઓ જૈનેતર શ્રુતને મિથ્યાશ્રુત માનવા લાગ્યા, તેથી જૈન અને જૈનેતર દર્શન વચ્ચે સંકુચિતતાની દીવાલ ઊભી થઈ. બીજી બાજુ જૈન પરંપરામાં અનેક ફિરકાઓ થયા. પોતાનો મત સત્ય ઠરાવવા તેઓમાં એક બીજાને ઉતારી પાડવાની વૃત્તિ જન્મી.
જૈનદર્શનના પાયાનાં અનેકાન્ત, અહિંસા, સામ્યતા, સહિષ્ણુતા, વિશ્વપ્રેમ, વાત્સલ્ય, મૈત્રી અને અનુકંપાના ઉત્તમ ભાવોનું ધીમે ધીમે વિસ્મરણ થવા લાગ્યું. તે સમયે આચાર્ય દેવવાચકે સ્પષ્ટપણે કહ્યું કે “જૈનેતર શ્રુત જ મિથ્યા છે અને જૈન શ્રુત જ સમ્યક છે' એ સાચી દ્રષ્ટિ નથી. જેની દ્રષ્ટિમાં વિકાર નથી, જેની દ્રષ્ટિ સમ્યક્ છે તે જૈન અને જૈનેતર શ્રુત સમ્યક બને છે. જેની દ્રષ્ટિમાં વિપરીતતા છે તેને સમ્યક શ્રુત પણ મિથ્થામૃતરૂપે પરિણમે છે. તેમણે જૈન પરંપરાને સંકુચિતતાની દીવાલોમાંથી બહાર નીકળવાની દિવ્યદ્રષ્ટિ આપી; તેથી અનેક ઉત્તરવર્તી આચાર્યો અને વિદ્વાનોએ જૈન શ્રતને અનેક રીતે વિકસાવ્યું.
આચાર્ય હરિભદ્રસૂરિએ “યોગદ્રષ્ટિ સમુચ્ચય'માં સમ્યગ્દષ્ટિ શબ્દનો અર્થ કરતાં કહ્યું છે કે “બુદ્ધ, કપિલ, જિન આદિની વાણી અને શૈલી ભલે જુદી હોય પરંતુ અંતે સર્વ કલ્યાણવાદી હોવાથી સર્વજ્ઞ છે'. સમ્યગુદષ્ટિ' શબ્દના અર્થના વિકાસમાં આ નોંધપાત્ર બાબત છે.
સમ્યગદર્શન શબ્દના અર્થનું પ્રથમ સોપાન એટલે ચેતન તત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવવી, અર્થાત તત્ત્વ વિષયક શ્રદ્ધા તે સમ્યગુદર્શન. તેનાથી વિપરીત દ્રષ્ટિ તે મિથ્યાદર્શન. આ સંદર્ભમાં વાચક શ્રી ઉમરવાતિની તત્ત્વાર્થ શ્રદ્ધાનં સચ વર્ષના આ વ્યાખ્યા મૌલિક છે. સાધક વસ્તુના યથાર્થ સ્વરૂપનું શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે.
જીવ-અજીવના શ્રદ્ધાનનું મુખ્ય પ્રયોજન તો વપરનું ભિન શ્રદ્ધાન કરવું છે. સ્વ-પરનું ભેદજ્ઞાન એટલે પર દ્રવ્યમાં રાગ-દ્વેષનો અભાવ અને સ્વરૂપનું શ્રદ્ધાન. આ રીતે સ્વ-પરનું શ્રદ્ધાન(ભેદવિજ્ઞાન) તત્ત્વાર્થ શ્રદ્ધાનનું પ્રયોજન સિદ્ધ કરે છે. પોતાને પોતા રૂપ જાણવું તેને જ્ઞાનીઓ આત્મ શ્રદ્ધાન કહે છે.
તત્ત્વાર્થ શ્રદ્ધાનમાં ભેદવિજ્ઞાન, સ્વ-પરનું શ્રદ્ધાન અને આત્મ શ્રદ્ધાન અંતર્ગત ગર્ભિત છે. મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થતાં વિપરીત અભિનિવેશનો અભાવ થાય છે તેથી વિપરીત અભિનિવેશ રહિત જીવ