________________
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે કરવા માટે જગ્યા છોડી છે. આ પ્રતિમાં મુખ્ય પૃષ્ઠ ઉપર જ્યાં પાના નંબરની આંકણી લખેલ છે ત્યાં તેની ઉપર મધ્યમાં અને ડાબી તરફ લાલ રંગના ત્રણ તિલક કરેલ છે, તેમજ પૃષ્ઠની મધ્યમાં ચોરસ ચોકડીની વિશિષ્ઠ આકૃતિવાળા સુશોભન કરેલા છે. તે ચોકડીના મધ્યમાં તિલકનું સુશોભન છે, જે લાલ રંગનું છે. આંકણી અને કડીની સંખ્યા લખી છે, ત્યાં ગેરુ પણ લગાડેલો છે.
સમકિતસાર રાસની ફોટોકોપી (પ્રત) પૂનાની ભાંડારકર ઈન્સ્ટીટયૂટમાંથી મળી છે. આ પ્રતને લાકડાની ડાભડા - મંજૂષામાં રાખવામાં આવી છે. આ પ્રતનો ડાવ નં. ૪૫ છે. આ રાસકૃતિના પત્રની ઊંચાઈ ૧૦ સે.મી અને પહોળાઈ ર૩ સે.મી. છે. દરેક પૃષ્ઠ પર ૧૧ પંક્તિઓ આલેખી છે. દરેક પંક્તિના અક્ષરોની સંખ્યા નિશ્ચિત નથી, પરંતુ પ્રાયઃ એક પંક્તિમાં ૪૦ અક્ષર છે. કેટલીક પંક્તિમાં અક્ષર ૪૦ થી વધુ પણ છે. આ પ્રતની સ્થિતિ મધ્યમ છે.
આ પ્રતના અક્ષરો મોટા, રવચ્છ અને સુઘડ છે, જેથી વાંચવામાં સુગમતા રહે છે. કોઈક શબ્દના અર્થ સમજવા અઘરાં છે, જેમકે સોઠી સુદ્રલ (કડી-૨૪૫), ફફમાલનિ (કડી-૩૦૫), પઈઆલિ (કડી૪૬૬), વહ્મમુ (કડી-૪૬૯), શ્રેન્ચ (કડી-ર૭) આદિ. આવા થોડાં શબ્દોને બાદ કરી કવિએ આ રાસમાં ખૂબ સરળતાથી સમજાય તેવા શબ્દોમાં આલેખન કર્યું છે. આ શબ્દો અત્યંત બાજુ બાજુમાં કે છૂટાં છૂટાં નથી.
લિપિકારે પુષ્યિકામાં આ રાસનું નામ સમકિતસાર રાસ લખ્યું છે. ખંભાતના વિશા પોરવાડ વણિક કવિ ઋષભદાસ તેના રચયિતા છે. તેમણે સંવત ૧૬૭૮ (ઈ.૧૬રર)માં આ રાસકૃતિનું કવન કર્યું છે; તેવું અંતિમ પૃષ્ઠ પર દર્શાવેલ છે. આ પ્રતિ લહિયા કાનજી (શ્વેતામ્બર સંપ્રદાયના - લઘુશાખાના) દ્વારા લખાયેલી છે. આ પ્રત ભાંડારકર ઈન્સ્ટીટયૂટમાં ઈ.સ. ૧૮૮૭ થી ૯૧ના ગાળા દરમ્યાનમાં આવી છે. આ પ્રતનો ક્રમાંક ૧૪૯૪ (ભાંડારકર ઈન્સ્ટીટયૂટ) છે. ગ્રંથ નં - ૧૧૮૨ છે. આ રાસ જેઠ સુદ બીજ, ગુરુવારે (ત્રંબાવટી) ખંભાત નગરીમાં રચાયો છે. આ રાસની પૂર્ણાહુતિનો સમય સં. ૧૬,૭૯, વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ) છે. કવિએ પ્રાયઃ ઘણી કૃતિઓ ગુરુવારે પૂર્ણ કરી છે. જે તેમની વિદ્યા પ્રીતિ દર્શાવે છે પરંતુ સમકિતસાર રાસ કવિએ ગુરુવારે પ્રારંભ કર્યો છે. ઘણી હસ્તપ્રતોમાં અંતે લિપિકારની નિર્દોષતા અને પ્રતની સુરક્ષા માટે સંસ્કૃત શ્લોક હોય છે તેમ અહીં પણ યાદશ..... એ ત્રણ સંસ્કૃત શ્લોક જોવા મળે છે.
સમકિતસાર રાસની ભાષા વિષે નોંધ ૧) કવિ ખંભાત વિસ્તારના હોવાથી આરાસકૃતિમાં ચરોત્તરી બોલીનો પ્રભાવ છે.આ પ્રતની ભાષા જૂની છે.
૨) આ પ્રત મૂળ કવિ ઋષભદાસની પ્રત નકલ હોવાની સંભાવના છે, છતાં લહિયાની બેદરકારી અથવા કોઈ અન્ય કારણોથી અશુદ્ધિનું પ્રમાણ જોવા મળે છે. જેમકે નંદષેણ, કાલક્યચાર્ય, કાપલ, કયપલ, જોયન, વૃત્ત, વ્યંગ, ગફાયિ, સ્વર્ગમૃતિ જેવા શબ્દો - ભાષાની અશુદ્ધિ દર્શાવે છે.