________________
જેન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
છે. એમના ગુણનો પાર નથી. પોરવાડ વંશમાં એ ઉત્તમ પુરુષ થયા. તે શાહ શ્રીવંતના કુળમાં હંસ અને ગજેન્દ્ર સરખા ધીર અને ગંભીર છે. સૂર્ય ચંદ્ર સમાન ઉદ્યોતકારી (ધર્મરૂપી પ્રકાશ કરનારા) છે. લાલબાઈ માતાના પુત્ર સિંહ સમાન શૂરવીર છે. તેમના પગલાં પડતા મિથ્યાત્વરૂપી હરણિયા દૂર ભાગે છે. ગુરુનામે મારી આશા પૂર્ણ થઈ. મેં હીરવિજયસૂરિનો રાસ રચ્યો છે.”
કવિએ અહીં ભવ્ય જીવોને ગુરુતત્ત્વમાં શ્રદ્ધા કરવાનું કહ્યું છે. કવિ સ્વયં ગુરુતત્ત્વમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે; એવા ભાવ વ્યક્ત કરે છે. તેમણે હંસ, ગજેન્દ્ર, સૂર્ય, ચંદ્ર જેવી શ્રેષ્ઠ વસ્તુઓ સાથે ગુરુની સરખામણી કરે છે.
જેમ ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર બંને ગુરુ-શિષ્યની જોડી હતી તેમ હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિ આ બંને ગુરુ-શિષ્યની જોડી હતી. ગૌતમ સ્વામીને પ્રભુ વીર પ્રત્યે અનહદ પ્રેમ હતો તેમ વિજયસેનસૂરિને પોતાના ગુરુ હીરવિજયસૂરિ પ્રત્યે અનહદ પ્રેમ હતો, તેથી કવિ ઋષભદાસે સ્થૂલિભદ્ર રાસ'માં જ્ઞાની ગુરુ-શિષ્યની જોડીને ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર સ્વામીની ઉપમા આપી છે.
જીવત સ્વામી રાસ(ઈ.સ. ૧૬૩૬)માં કવિએ પોતાના ગુરુ તરીકે વિજયદેવસૂરિનું નામ નોંધ્યું છે. આ એક જ રાસકૃતિમાં તેમણે વિજયદેવસૂરિનું નામ આલેખ્યું છે જે ખાસ નોંધનીય છે.
ગછતપાસુવિહિત મુનિરાઈ, વિજયદેવસૂરિ પ્રણમું પાઈ*
શીલવંત સંયમનો ધારી, જનમ લગઈ છે તે બ્રહ્મચારી. કવિએ અહીં વિજયદેવસૂરિને તપગચ્છના સુસંચાલક મુનિરાજ કહ્યા છે તેઓ શીલવંત સંયમધારી અને બાલ બ્રહ્મચારી છે.
કવિ આગળ કહે છે કે, બારવ્રતધારી સંઘવી સાંગણ તેમનો શ્રાવક હતો. આ રાસકતિમાં વિજયદેવ સૂરિને ‘સુવિહિત મુનિરાઈ' કહ્યા અને પટોધર' તરીકે વિજયાનંદસૂરિનો ઉલ્લેખ કર્યો છે, તે ઉપરથી જણાય છે કે તે સમયે તપગચ્છના પટોધર તરીકે વિજયાનંદસૂરિ હોવા છતાં જૈન સંઘમાં વિજયદેવસૂરિ પ્રતિષ્ઠિત અને પૂજનીય શ્રમણ હતા. ઈ.સ. ૧૬૧૫ પછીની બધી જ રાસકૃતિઓમાં કવિએ તપગચ્છ નાયક તરીકે વિજયાનંદ સૂરિનો ઉલ્લેખ કર્યો છે. એક “જીવતવામી રાસ' તેમાં અપવાદરૂપ છે. તેમાં વિજયદેવસૂરિને તપગચ્છના સંચાલક કહ્યાં છે. આ વિજયદેવસૂરિ જૈનધર્મના પ્રભાવક મહાત્મા હતા. તેમને મોગલ નરેશ જહાંગીર તરફથી મહાતપા'નું બિરુદ અપાયું હતું. કવિ ઋષભદાસે વિજયસેનસૂરિના શિષ્યો વિજયતિલકસૂરિ અને વિજયાનંદસૂરિ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો છે.
શ્રાવક કવિ ઋષભદાસ શીલવંત અને ચારિત્રવંત ધર્મગુરુના પ્રભાવથી પ્રભાવિત થયા. તેમના તરફની ભક્તિથી પ્રેરાઈ કવિએ સાહિત્ય લેખનની પ્રવૃતિ શરૂ કરી તેમજ તે સમયનું શાંતિમય અને અનુકૂળ રાજકીય વાતાવરણ કાવ્યસર્જન માટે પ્રેરણાદાયક બન્યું. મધ્યકાલીન સાહિત્યના વિકાસમાં શ્રાવક કવિ ઋષભદાસનું યોગદાન અવિસ્મરણીય છે. તેનું સબળ અને વાસ્તવિક કારણ તેમની ગર્ભ શ્રીમંતાઈ, સંસ્કારી કુટુંબ, ધર્મિષ્ઠ અને સાહિત્ય પ્રેમી પરિવાર તથા સત્સંગ છે. કવિ એક ગૃહસ્થ હતા, તેથી તેમને કુટુંબની