________________
જૈન દર્શનમાં સત્ત્વનું સ્વરૂપ
સંઘપતિ તિલક ભલું જ ધરાવું, દસ-પરદેસ અમારિ કરાવું. વંદી..
પ્રથમ ગુણઠાણાનિકરૂં જઈનો, કર્પુણ્ય સહિત નર જેહ છે હીનો. વંદી... કવિની અભિલાષા છે કે, દ્રવ્ય(ધન)હોય તો ઘણું દાન કરવું, જિનાલયો બનાવવા, જિનબિંબો ભરાવવા, ધામધૂમથી બિંબ પ્રતિષ્ઠા કરાવવી, સંઘ કઢાવવા, સંઘપતિનું પદ મેળવવું, દેશ વિદેશમાં અહિંસા ધર્મ પ્રવર્તાવવો, છકાય જીવની જયણા કરવી અને જેનું ભાગ્ય હીન છે તેને પુણ્યશાળી બનાવવા.
અહીં સ્પષ્ટ થાય છે કે કવિની ઈચ્છા સંઘ કઢાવી સંઘપતિ બનવાની અને જિનાલયોમાં જિનબિંબો ભરાવવાની છે. કવિ પોતાની સંપત્તિનો સદુપયોગ કરવા ઈચ્છે છે. કવિ સાધર્મિક ભક્તિ કરવા પણ ઈચ્છે છે. અહીં એવો અર્થ પણ લઈ શકાય કે કવિલોકોત્તર માર્ગથી અજાણ જીવોને મોક્ષમાર્ગે ચઢાવી અધ્યાત્મ માર્ગના અમીર(સમ્યદર્શની) બનાવવા ઈચ્છે છે.
ઉપરોક્ત સર્વ વિગતોનું દિગ્ગદર્શન કરતાં સ્પષ્ટ થાય છે કે કવિ ઋષભદાસના જીવનમાં જિનાચારોનું દઢ પાલન, જિનધર્મ પ્રત્યેની અનહદ પ્રીતિ અને શ્રદ્ધા, તાત્ત્વિક રાસકતિઓના આલેખન દ્વારા ધર્મ પ્રભાવના કરવાની હૃદયમાં ખુમારી, અનુકંપા અને પરોપકારની ભાવના હતી. સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધાનાં સંસ્કાર કવિને પોતાના માતા-પિતા તથા પિતામહ પાસેથી નાનપણમાં જ મળ્યા હતા. તે સંસ્કારોનું બીજારોપણ પોરવાડ વંશના પૂર્વજોએ કર્યું, પરંતુ તે સંસ્કારોને નવપલ્લવિત કરવાનું કાર્ય ધર્મગુરુઓએ કર્યું. કવિ ઋષભદાસના ગુરુ : કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ (ઈ.સ. ૧૯૧૮)માં ગુરુને સ્તવ્યા છે"
જે રષિમુનિવરમાં અતી મોટો, વિજઈસેનસુરિરાયજી; જેણઈ અકબર નૃપતણી સભામાં જીત્યું વાદવિચારીજી. શવઈ શન્યાસી પંડિત પોઢા, સોય ગયા ત્યાહાં હારીજી; જઈ જઈકાર હુઉ જિનશાશન, સુરીનામ સવાઈજી. શાહી અકબર મુખ્ય એથાણું, તો જગમાહિવડાઈજી; તાસપાટિ ઉગ્યુ એક દીનકર, સીલવંતહાં સરોજી. વિજયદેવ સુરીનામ કહાવઈ, ગુણ છગ્રેસે પુરીજી;
જસસિરિગુરુએહેવા જઈવંતો, પૂણ્ય પરાશતત જાગીજી... ભગવાન મહાવીર સ્વામીની ૫૮મી પાટે આચાર્ય હીરવિજયસૂરી થયા. તેમણે જૈનધર્મની પ્રભાવના કરી. મોગલ બાદશાહ અકબરને જૈનધર્મ સમજાવી “જગરુ'નું બિરુદ મેળવ્યું. એવા જ્યોતિર્ધર હીર વિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર વિજયસેનસૂરિ જે સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ હતા.
આચાર્ય વિજયસેનસૂરિએ અન્ય દર્શનના પંડિતો અને વાદીઓ સાથે ધર્મચર્ચા કરી એમને વાદમાં હરાવ્યા હતા. તેમણે જિનશાસનમાં જય જયકાર વર્તાવ્યો. સમ્રાટ અકબર બાદશાહે તેમને “સૂરિ સવાઈ'