________________
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે
કવિએ વ્રત વિચારરાસમાં લખ્યું છે
ગ્યવરી મઈહઈવીરે દી સઈ દૂઝતાં, સુરતરૂફલિફરેબાર્ય,
સકલ પદારથ મુજ ઘરિ સિંલયા, થિર થઈ લકીરે નાર્ય ગાય અને ભેંસ ઘરે દૂધ આપે છે. પશુધનના કારણે કલ્પવૃક્ષ જાણે આંગણે ખીલ્યું હોય તેવું લાગે છે. જેમ કલ્પવૃક્ષથી મનોવાંછિત સુખ મળે છે તેમ જીવનમાં સર્વ પદાર્થોની પ્રાપ્તિ થઈ છે. વળી ઘરમાં સુલક્ષણા નારી છે, તેથી મારી સર્વ મનોકામના પૂર્ણ થઈ છે.
કવિ ‘હીરવિજયસૂરિ રાસમાં સુશ્રાવકનાં લક્ષણો બતાવી પોતાને બારવ્રત ધારી શ્રાવક દર્શાવે છે.
કવિ કહે છે કે, “હું પાંચ પ્રકારનાં (સુપાત્ર, ઉચિત, કિર્તી,અભય અને અનુકંપા) દાન આપું છું. રોજ દસ જિન મંદિરો જુહારું છું. દેરાસરમાં અક્ષત મૂકી મારા આત્માને તારું છું. મોટે ભાગે આઠમ-ચોદસે પૌષધ કરું છું. પૌષધમાં દિવસ-રાત સ્વાધ્યાય કરું છું. વીર પ્રભુનાં વચન(વ્યાખ્યાન) સાંભળી કર્મને ભેદું છું. પ્રાયઃ વનસ્પતિને છેદતો નથી. મૃષાવાદ અને અદત્તાદાનનું પાપ કરતો નથી, વચન અને કાયાથી શિયળ પાળું છું. હંમેશાં જૈન સાધુઓને મસ્તક નમાવું છું. મેં વીસ સ્થાનક તપની આરાધના કરી છે. બે વાર ગુરુ પાસે આલોચના લીધી છે. તેના પ્રાયશ્ચિતરૂપે અઠ્ઠમ-છઠ્ઠ તપ કર્યા છે. શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર આદિ તીર્થસ્થાનોની યાત્રા કરી છે. ઘણાં વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. જિનેશ્વરની સામે એક પગે ઊભા રહીને નિત્ય બે માળા ગણું છું. રોજ વીસ નવકારવાળી ભગવાન સમક્ષ ઊભા રહી ગણું છું.”
ઉપરોક્ત માહિતી અનુસાર, જૈનદર્શન પામીને કવિ એક સુશ્રાવકને શોભે તેવી યથાર્થ ધર્મકરણી કરતા હતા. તેમનાં જીવનમાં દાન, શીયળ, તપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મને સ્થાન મળ્યું હતું. તેઓ અરિહંતની આજ્ઞાના આરાધક શ્રાવક હતા. તેઓ ફક્ત નામધારી શ્રાવક ન હતા પરંતુ સાચા ક્રિયાશીલ શ્રાવક હતા. તેઓ પાપભીરૂ શ્રાવક હતા, તેથી બાર વ્રતોનું સમ્યક્ રીતે પાલન કરતા. તેઓ પોતાનો વધુમાં વધુ સમય શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં, વિદ્યાર્થીઓને ભણાવવામાં અને રાસ કવનમાં વ્યતીત કરતા હતા. વળી કવિએ મનની એકાગ્રતા અને આસન સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી, તેવું પણ જણાય છે.
- કવિએ પોતાની રોજનીશી રવપ્રશંસા માટે કે સમાજમાં પોતાને સાચા શ્રાવક કહેવડાવવા માટે કરી નથી, પરંતુ પોતાની આ નિત્ય કરણીથી પ્રભાવિત સામાન્ય જનતા ધર્મ કરવા પ્રેરાય તે માટે કહી છે. ધર્મથી જ સુખની પ્રાપ્તિ થાય છે. વળી પોતાની આવી ધર્મ પ્રવૃત્તિ વાંચીને અથવા સાંભળીને કોઈ ભવ્યજીવ આત્મકલ્યાણ માટે આરાધના કરે તો તેનું પુણ્ય કવિને થશે અર્થાત્ કવિને અનુમોદનાનો લાભ મળશે એવું કવિ વિચારે છે. કવિએ આ વાત પરોપકાર માટે કહી છે."
કવિ ઋષભદાસે નિત્ય ધાર્મિક આરાધનાનું વર્ણન કર્યું છે, તે ઉપરાંત પોતાની કેટલીક ઈચ્છાઓ હીરવિજયસૂરિ રાસ'માં દર્શાવી છે.
કેટલાએક બોલની ઈચ્છા કીજે, દ્રવ્યહોત તો દાન બહુ જદીજે. વંદી.. શ્રી જિનમંદિર બિંબ ભરાવું, બિંબપ્રતિષ્ઠા પોઢિ કરાવું. વંદી...