________________
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે હતા. તેમણે કરેલા ઉત્તમ કાર્યોને કારણે તેઓ જન સમૂહમાં પ્રશંસનીય હતા. તેઓ ખંભાતના ખ્યાતિ પ્રાપ્ત, ધર્મ પ્રેમી શ્રમણોપાસક હતા.
જેવા સંઘવી મહીરાજ ગુણિયલ હતા તેવા જ ગુણિયલ તેમના સંતાન સાંગણ હતા. પિતાના ગુણોનો વારસો પુત્ર સાંગણમાં પણ ઊતર્યો હતો. તેમણે પણ સંઘ કઢાવી “સંઘવી'નું ઉપનામ મેળવ્યું હતું. તેઓ પણ પિતાના સુકૃત્યોનું અનુકરણ કરી તેમના પગલે ચાલી જૈનધર્મની પ્રભાવના કરવામાં ઉદ્યમવંત બન્યા હતા. તેઓ ધાર્મિક અનુષ્ઠાનો કુશળતાપૂર્વક કરતા તેઓ ચુસ્ત અહંતુ ભક્ત હતા.
જેના દાદા અને પિતા ધર્મના રંગે રંગાયા હોય તેવા પરિવારના આપણા ચરિત્ર નાયક કવિ ઋષભદાસ ધાર્મિક વૃત્તિના જ હોય તેમાં કોઈ શંકા નથી. તેઓ દાદા અને પિતાની સાથે બાલ્ય અવસ્થાથી જ ગુરુભગવંતોના દર્શનાર્થે જતા હશે, તેથી પૂર્વજોનો ધાર્મિક સંસ્કારોનો વારસો કવિ ઋષભદાસને બાળપણથી મળ્યો હતો.
કવિ ઋષભદાસે જીવવિચાર રાસ'(સં ૧૬૭૬)માં પોતાના વડીલો દ્વારા નિત્ય કરાતી ધાર્મિક પ્રવૃત્તિનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે.
સંઘવી મહીરાજ, જે કવિના પિતામહ છે. તેમના પ્રત્યે અત્યંત અહોભાવ લાવી કવિએ તેમનો પરિચય આપ્યો છે. તેઓ વસલનગરના પ્રાધ્વંશીય કુળના વડીલ છે. તેઓ સમ્યકત્વ સહિત બાર વ્રતધારી છે. તેઓ નિત્ય પ્રતિક્રમણ, પૂજા, પ્રભાવના અને પરોપકારનાં કાર્યો કરે છે. તેઓ પર્વ તિથિએ પૌષધવ્રતનું આરાધના કરે છે. તેઓ શુદ્ધ વ્યવહાર ધર્મનું પાલન કરનારા અને શાસ્ત્રના અર્થ તેમજ પરમાર્થને સમ્યક પ્રકારે જાણનાર તેઓ જૈન ધર્મના સાચા આરાધક શ્રાવક છે.
ત્યાર પછી કવિ પોતાના પૂજ્ય પિતાશ્રી વિષે પરિચય આપતાં કહે છે કે, “મહીરાજ શ્રેષ્ઠીના પુત્ર સંઘવી સાંગણ પણ વીસલ નગરના રહેવાસી છે. જૈન ધર્મમાં દેઢ શ્રદ્ધાવાન અને જૈનત્વની ધુરા ચલાવનારા ધોરી શ્રાવક છે. તેઓ કદી કોઈની નિંદા, વિકથા, હાસ્ય કે મશ્કરી કરતા નથી. તેમણે જૈનોનાં બાર વ્રત ધારણ કર્યા છે. તેઓ નિત્યે ત્રણે કાળ જિનપૂજા કરે છે. તેઓ પરસ્ત્રી કે પરધનથી દૂર રહે છે. તેઓ કોઈના પર આક્ષેપ મૂકી તેને કલંકિત બનાવતા નથી. તેઓ કદી જૂઠું બોલતા નથી તેમજ તપ, જપ કે ક્રિયાનો ભંગ કરતા નથી."
ઉપરોક્ત માહિતી ઉપરથી જણાય છે કે કવિના પિતામહ મહારાજ અને પિતા સાંગણ સદાચારી, દઢધર્મી, ન્યાય-નીતિ અને પ્રમાણિકતાભર્યું જીવન જીવતા હતા. તેઓ અણુવ્રતોનું સમ્યક પ્રકારે પાલન કરતા હતા. તેઓ જિનાજ્ઞાના પાલક સુશ્રાવક હતા.
કવિએ આ ઉપરાંત અન્ય રાસકૃતિઓ જેવી કે “ઉપદેશમાલા રાસ', “કુમારપાળ રાસ' (સં.૧૬૭૦), ક્ષેત્રપ્રકાશ રાસ'(સં.૧૬૭૮), “ભરત-બાહુબલિ રાસ'(સં.૧૬૭૮), “સમકિતસાર રાસ', (સં.૧૬૭૮) આ સર્વ કૃતિઓમાં પોતાના પૂર્વજોનું સ્મરણ અત્યંત ભક્તિભાવ અને આદરપૂર્વક કર્યું છે. કવિ પોતાના પૂર્વજોનો પરિચય કરાવી તેમના પ્રત્યેની કૃતજ્ઞતા અને આદરભાવ દર્શાવે છે.