________________
૩ર
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
પાર્શ્વચંદ્રસૂરિના શિષ્ય, અને મેઘરાજ કવિના ગુરુભાઈ), કવિ સૂરચંદ (સત્તરમી સદીનો પૂર્વાર્ધ), કવિ સમયો (કવિ સમયસુંદર – સત્તરમી સદીના પૂવાર્ધના).
કવિ ઋષભદાસ ઉપરોક્ત સર્વ કવિઓને મહાન અને બુદ્ધિશાળી ગણે છે. તેમની પાસે પોતે મૂર્ખ બાળક જેવા છે. સાગર પાસે સરોવરના પાણીની શી વિસાત હોય ? છાણ અને ખીરની કદી તુલના થાય ? આ પ્રમાણે કવિ કુમારપાળ રાસમાં પંદરમી, સોળમી અને સત્તરમી સદીઓના સર્વ જૈન ગુજરાતી કવિઓનો માનપૂર્વક ઉલ્લેખ કરી વિનયભાવ દર્શાવે છે; જે તેમની મહાનતા છે .
સાહિત્ય લેખનનો હેતુ :
જૈન સાધુઓની જેમ કવિ ૠષભદાસે સ્વ-પર ઉપકાર અને સામાન્ય માનવીના બોધ માટે જ સાહિત્ય કૃતિ લખી છે એવું ‘કુમારપાળ રાસ'માં કહ્યું છે–
૩૮
પર ઉપકાર નિજ સુખની કામ, કીયો રાસ પંડિત સીર નામ
;
તેવીજ રીતે હીરવિજયસૂરિ રાસમાં પણ કવિ કહે છેપુણ્ય માટે લખી સાધુનૅિ દીધાં
;
ગીત સ્તુતિ આદિ રચનાઓ કરી પુણ્ય અર્થે સાધુઓને ભેટ ધર્યાં. અગિયારમી સદીમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે તેમના સહાયક રાજા કુમારપાળ આદિ દ્વારા જૈન સંસ્કૃતિ અને વિદ્યાનો એક સર્જક યુગ સ્થાપ્યો. તે કાળક્રમે અસ્ત પામ્યો. ત્યાર પછી લાંબા ગાળા બાદ અકબર અને હીરવિજયસૂરિના સહયોગથી ગુજરાતી સંસ્કૃતિના જૈન વિભાગમાં જોમ આવ્યું. આ જૈન ગુજરાતી સંસ્કૃતિ સોળમા અને સત્તરમા શતકમાં ફરીથી નવપલ્લવિત બની. આપણી અભ્યાસની રાસકૃતિના સર્જક કવિ ઋષભદાસ આ જ અરસામાં થયા. તેમનો પરિવાર આ સાધુ કવિઓના નિકટમાં હોઈ તેમને ધર્મગુરુઓ તરફથી પૂરતું પ્રોત્સાહન પણ મળતું રહ્યું. આ રીતે કાવ્ય સર્જનને પુષ્ટિ મળતાં પુષ્કળ સાહિત્ય આ યુગને ભેટમાં મળ્યું. ગુજરાતી સાહિત્યને એક બળવાન અને લોકપ્રિય કવિ મળ્યા.
કવિએ કાવ્ય સર્જનની શક્તિ દ્વારા વિવિધ કાવ્ય સ્વરૂપોમાં પોતાની લેખની ચલાવી. આપણને કાવ્યસ્વરૂપના વિવિધ ક્ષેત્રે તેમની બુદ્ધિમતા, બહુશ્રુતતા અને સર્જન પ્રતિભાનાં દર્શન થાય છે . કવિ ઋષભદાસની કૃતિઓનો પરિચય :
કવિના સાહિત્ય વૈભવનો પરિચય કરાવતી ‘હીરવિજયસૂરિ રાસ'ની પંક્તિઓ દર્શાવે છે– તવન અઠાવન ચોત્રીસ રાસો, પુણ્ય પસાયો દીઈ બહુ સુખ વાસો
ro
;
ગીત શૂઈ નમસ્કાર બહુ કીધા, પુણ્ય માટિ લખી સાધૂનૅિ દીધા...
આ પંક્તિઓ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે કવિ ઋષભદાસે ૫૮ સ્તવનો, ૩૪ રાસકૃતિઓની રચના
કરી છે. તે ઉપરાંત અનેક ગીતો, થોયો-સ્તુતિઓ, નમસ્કાર, સજઝાય વગેરેનું કવન કર્યું છે. ‘હીરવિજયસૂરિ