Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદના | 43 રાણીના આટલા આગ્રહ પછી ઘણી મહેનતે તેણીએ જવાબ આપ્યો : મહારાણી ! લજજાસ્પદ અને સાધુજનેથી નિદિત મારું ચરિત્ર સાંભળવાથી તમને શું ફાયદો થવાનો છે ? વળી પ્રેમમાં આસક્ત છો, પ્રિયવિરહરૂપ અગ્નિજવાળાથી દગ્ધ થતાં અહીં જ તીવ્ર દુઃખને અનુભવ કરે છે, તેના સંબંધમાં વિચાર કરવાથી તમને શું ફાયદો થવાને છે ? આ પ્રમાણે જણાવી દીર્ઘ નિસાસે મૂકી તે સુંદરીએ બાલવું બંધ કર્યું. તે સંદરીના આવા વિરહ-વ્યથિત શબ્દો સાંભળી રાણી ચંદ્રલેખા વિચારવા લાગી કે–આ સંદરી પોતાના કોઈપણ વલ્લભ-ઈષ્ટ મનુષ્યના વિયોગવાળી છે, તેનું મન શાંત થયા સિવાય અત્યારે આગ્રહ કરી પૂછવું તે તેને દુ:ખકર્તા હાઈ નિરુપયોગી છે. એમ ધારી ચંદ્રલેખાએ જણાવ્યું–હે સતનું ! ચાલો તે વાત સાંભળવાને મને કાંઈ આગ્રહ નથી. છતાં હું તમને જણાવું છું કે-આજથી તમે મારાં નાના બહેન છે. એટલે પિતાની બહેન પાસે જેવી રીતે નિર્ભય અને આનંદથી રહેવું જોઈએ, તેવી રીતે નિઃશંક થઈ તમારે મારી પાસે રહેવું. આ વાત તમારે કબૂલ કરવી જ પડશે. આ અવસરે ચંદ્રશ્રેષ્ઠી હાથમાં ભેટનું લઈ રાણી ચંદ્રલેખા પાસે આવ્યો. સુંદરીની સાથે સંભાષણ કરતી રાણીને જોઈ તે શ્રેષ્ઠીના મનમાં રાણી તરફથી કાંઈક શંકા પેદા થઈ. !! 43 / P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust