Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના d430 | ઉભયથી ભ્રષ્ટ થતાં તેને ઘણો પશ્ચાત્તાપ થયો, તેમ હે ભદ્ર સ્વયંબુદ્ધ! શિયાળની માફક રાજાને તમે ઉભય ભ્રષ્ટ કરી મહાનું પશ્ચાતાપ કરાવશો. સ્વયંબુદ્દે કહ્યું : પ્રધાન! તમારું કહેવું સ્વાર્થ સાધવામાં તત્પર વેશ્યાના હાવભાવ સરખું છે, તે કયો બુદ્ધિમાન મનુષ્ય માન્ય કરશે ? પૂર્વે અનેક વીર પુરુષોએ આ ધન, સ્વજન રાજ્યાદિકને અનિત્ય જાણી ભેગનો ત્યાગ કરી, પ્રવજ્યા અંગીકાર કરી છે. સ્વામીનું હિત કરવું તે સેવકની ફરજ છે, નહિ કે પિતાના સ્વાર્થ માટે તેને ભવ બગાડે. સંભિન્નત જરા ક્રોધ કરી બેલી ઉઠયો. સ્વયંબુદ્ધ! ખરેખર તમે મૂર્ખ છે, કેમકે અવસર વિનાનો રાજાને બોધ આપો છો. બધાં મનુષ્યો જાણે છે કે મરવું અવશ્ય છે જ. શું મરણ આવ્યા પહેલાં મશાનમાં જઈને સૂવું જોઈએ? આકાશ પડી જવાના ભયથી (પડતા આકાશને અટકાવવાના ઇરાદાથી જેમ ટીટોડી પગ ઊંચા રાખીને સૂવે છે તેમ) તમે પણ સ્વામીના હિતને ડોળ ઘાલો છો, વૃદ્ધાવસ્થા આવી હોય અને કમે મરણ પણ નજીક આવ્યું હોય ત્યારે ધર્મક્રિયા કરી પરલોકનું હિત કરવું તે તે શોભતું ગણાય. તમે તે આવી યુવાવસ્થામાં ધર્મ કરો તેવી બૂમ પાડી રહ્યા છો, તે તમારું કહેવું કેણુ માન્ય કરશે? સ્વયંભુદ્ધ કરુણાદષ્ટિથી કહ્યું–સંભિન્નશ્રોત ! જરા વિચાર તો કરો તમે બુદ્ધિમાન છો. આપસમાં યુદ્ધ લાગ્યું હોય, ખણખણાટ અને છણુછણાટની સુસવાટીયું કરતાં સામા તરફથી 43o | P Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak ના મા .