Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ મુદશ ના id 53 II છે લીધે. ધાવમાતાને પ્રતિબોધ આપો એમ ચિંતવી તેણે તને તીર્થાટન-તીર્થનમન કરવા નિમિત્તે આકાશગમન થઈ શકે તેવી એક પાકાની જોડી આપી, જેનો મહિમા તને સમજાવવામાં આવ્યો છે. હમણાં તું અહીં મુનિસુવ્રતસ્વામીને (પ્રતિમાજીને) વંદન કરવા આવી છે. - સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલાં મનુષ્ય ભયંકર ભવસમુદ્રમાં પરિભ્રમણ કરે છે. ચંપકલતા ! તું પણ ધર્મશ્રદ્ધાન અને ઉત્તમ આચરણ વિના આમ અનવસ્થિત સ્થિતિમાં પરિભ્રમણ કરે છે. કાંઈક સકતના કારણથી તને ફરી પણ માનવજિંદગી મળી છે. પ્રમાદ કરી તેને નિષ્ફળ કરવી તે કઈ પણ રીતે યોગ્ય નથી. પૂર્વ જન્મને સ્મરણ કરાવી આપનાર મુનિરાજનાં વચનોની મદદથી વિચારશક્તિવાળી ચંપકલતાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના ભવ દીઠા. સંસારની વિષમતા દેખતાં મેહ ઓછો થયે વૈરાગ્યને અવકાશ મળે. . ચંપકલતાએ ગુરુશ્રીને પ્રશ્ન કર્યો કૃપાનાથ! પૂર્વજન્મને મારો પુત્ર વાસવદત્ત હમણું કયાં ઉત્પન્ન થયો છે અને હાલ ક્યાં છે? ગુરુશ્રીએ કહ્યું: ચંપકલતા! ધર્માદિ શુભ કર્તવ્ય કર્યા સિવાય મરણ પામી આટલો વખત તિર્યંચ, મનુષ્યાદિ હલકા ભવોમાં તેણે પરિભ્રમણ કર્યું છે. ગયા જન્મમાં કાંઈક વિશેષ સુકૃત કરી હમણાં તે મલયાચલના ઘરસમાન મલયનગરીમાં મહસેન રાજાપણે ઉત્પન્ન થયો છે, P.P.Ad Gunrainasuri M.S Jun Gun Aaradhak Trust II પર૩ -