Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ H ઇદર્શના I 544 જાપાન જ કિન્નરી—ધર્માધર્મનું ફળ સંબંધી ગુરુશ્રીએ એક વખત મને સુંદર દષ્ટાંત સમજાવ્યું હતું. ધનપાળ-તે મને સંભળાવશે? આજના તમારા સમાગમથી મને ઘણે આનંદ અને ફાયદો થયો છે. કિન્નરી–હા. તે હું તમને સંભળાવીશ. પોતે કદાચ કર્મોદયથી કે આળસથી ન કરી શકીએ, તથાપિ તેવા સારા કાર્યમાં બીજાને પ્રેરણ કરવાથી કે ઉત્સાહિત કરતાં રહેનારને અવશ્ય લાભ જ થાય છે. જ્ઞાની પુરુષો કહે છે કે–પરિણામની સમતા થાય તે કરનાર, કરાવનાર અને અનુમોદન કરનારને સરખું ફળ છે. હું તે દષ્ટાંત સંભળાવું છું. તમે સાવધાન થઈને સાંભળશે. - કિન્નરી–આ ભારતવર્ષમાં આમલકપ્પા નામની પ્રખ્યાત નગરી છે. તેના ઈશાન ખૂણામાં સર્વ ઋતુઓનાં પુષ્પ, ફળોની સમૃદ્ધિવાળુ તથા પંખીગણને હર્ષ આપનાર કચ્છનાગ નામનું ઉદ્યાન આવી રહેલું છે. જેના વક્ષસ્થળમાં જયલક્ષ્મી આવી વસી છે એવો પ્રબળ પ્રતાપી જયઘોષ રાજા તે નગરીનું શાસન કરતો હતો. તેને જયાવલી નામની પટ્ટરાણી હતી. મારું એમ ધારવું છે કે તેની અદૂભૂતરૂપ લાવણ્યતાથી શરમાણીઓ હોય તેમ અપ્સરાઓ કઈ વખત જ આ દુનિયાના જીવોની દષ્ટિએ પડે છે. Ac Gunratnasuri M.S. | 544 | Hodi અને Jun Gun Aaradhak.