Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના / 543 કેટલાએક પાપમાં આસક્ત પોતાના આત્માને પણ વારી શકતા નથી. - ઘનપાળ! આ સર્વ શું સૂચવે છે? હું તે ચોક્કસ કહું છું કે આ સર્વ ધર્માધર્મનું ફળ પ્રત્યક્ષ દેખાવ આપે છે. જેમ આ પુન્ય, પાપનું ફળ મનુષ્યભવમાં અનુભવાય છે તેમજ દેવ, તિર્યંચ અને નારક ભૂમિમાં પણ વિવિધ પ્રકારે તે ફળ રહેલું છે. વિશેષ એટલો છે કે- દેવો વિષયમાં આસકત છે, નારકીઓ વિવિધ દુ:ખથી સંતપ્ત છે. તિયામાં પ્રાયે કર્તવ્યને વિવેક નથી ત્યારે વિચાર કરતાં એકલા મનુષ્યમાં જ જોઈએ તેવી સાનુકળ ધર્મ-સામગ્રીને સદૂભાવ અને કર્તવ્યપરાયણતા રહેલી છે. ખરેખર તે જ મનુષ્યનો જન્મ કૃતાર્થ છે કે દુર્લભ સામગ્રી મેળવીને, દઢ સમ્યકત્વપૂર્વક ચતુર્વિધ ધર્મમાં પ્રયત્ન કરે છે. || 543 પ્રકરણ 43 મું. ધનપાળ અને કિન્નરીનો સંવાદ ધર્માધર્મના પ્રત્યક્ષ ફળ, ધનપાળ—આપનું કહેવું સર્વ યથાર્થ છે, ધર્માધર્મનાં ફળે પ્રત્યક્ષ અનુભવાય છે. Ac. Gunratnasun MS Jun Gun Aaradhak Trus