Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન 553 નહિ જ કરું. આ મારો નિશ્ચય છે. હવે તને જેમ રુચે તેમ કર. મરણથી અધિક દુ:ખ તું શું આપવાની છે? અંગીકાર કરેલ કાર્યના નિર્વાહ કરતાં મરણ થશે તો તે પણ મારા અભ્યદયને જ માટે છે. હમણાં પણ તે સર્વજ્ઞનું જ સ્મરણ હું કરી રહી છું. દેવીએ કહ્યું: આ દુશિક્ષિત ! હજી પણ તું મને આવો જ ઉત્તર આપે છે? લે તારા કર્મનું ફળ હું જ તને આપું છું. આ પ્રમાણે બેલતી કુપિત થયેલી દેવીએ, રૂદન કરતા તેના પતિને તેની આગળ લાવી તેના દેખતાં જ મારી નાંખ્યા. ઘરમાં જે સારભૂત લક્ષ્મી હતી તે સર્વ લુંટાવી દીધી–અપહરણ કરી લીધી. છેવટે શીળવતીને ત્યાંથી ઉપાડીને સિંહ, વાઘ, વરૂ ઇત્યાદિ હિંસક પ્રાણીઓના ભયંકર શબ્દોવાળા વનમાં ફેંકી દીધી. હાથમાં ખડગ લઈ ત્યાં પણ તેને બીવરાવવા લાગી, અને કહેવા લાગી કે હજી પણ મને નમસ્કાર કર નહિતર તારા ઈષ્ટદેવને યાદ કર. શીળવતીએ કહ્યું : દેવી! તારે જોઈએ તેમ કર. મને પૂછવાની તને કાંઈ જરૂર નથી. જેમ તેમ કરવું તો છે જ, તે પછી પશ્ચાત્તાપ શાને? धीरेण वि मरियव्यं काउरिसेण वि अवस्स मरियव्वं / दुन्हंपि हु मरियव्वं, वरं खु धीरत्तणे मरिउं // 1 // - ધીર મનુષ્યોને પણ મરવું છે અને કાયર પુરુષોને પણ અવશ્ય કરવું છે. બન્ને જણને | પપ3 P.P. Ac Gunratnasuri MS Jun Gun Aaradhak Trus