Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust

View full book text
Previous | Next

Page 604
________________ - સુદના છે 584r હતા જ, તેમાં પણ આપે નજરે જોયેલી ગિરનાર તીર્થ સંબંધી જે જે હકીકત મને સંભળાવી છે તે સાંભળતાં વિશેષ વિશેષ પ્રકારે તે તીર્થની યાત્રા માટે મારું મન ઉત્કંઠિત થઈ રહ્યું છે. તો જરૂર આપ મને કુટુંબ સહિત તે તીર્થની યાત્રા કરાવશો. મને આશા છે કે–આપ અમારી ઈચ્છાને નિરાશ નહિ જ કરો. ધનપાળે કહ્યું : પ્રિયા ! અવશ્ય હું તમને તીર્થની યાત્રા કરાવીશ મારો એવો વિચાર છે કેગિરનારજીને સંધ કાઢીને આપણે ત્યાં યાત્રા સંઘ સાથે જશું. સંધ લઈ જવાને મારા વિચાર એટલા માટે છે કે, સ્વતંત્ર અને પૈસાપાત્ર લોકે તે તીર્થયાત્રાને લાભ સ્વાભાવિક પોતાની મેળે લઈ શકશે જ. પણ જેઓ પરાધીન સ્થિતિમાં છે, પૈસાની સ્થિતિમાં ગરીબ અવસ્થા ભોગવે છે. તેવા મનુષ્યો અન્યની મદદ સિવાય તે તીર્થની યાત્રા નહિ કરી શકે. તેઓને તીર્થયાત્રામાં મદદ આપવાથી મોટો લાભ થાય છે તીર્થાટનમાં ગૃહસ્થાવાસના પ્રપંચિક આરંભ સમારંભથી કે કર્તવ્યથી મોટે ભાગે વિરામ પામવાનું હોવાથી, તપશ્ચરણ, બ્રહ્મચર્ય, ધર્મશ્રવણ, દેવપૂજન વિગેરે ધર્મક્રિયાઓ ઘણી શાંતિથી અને સહેલાઈથી મનુષ્યો કરી શકે છે. તીર્થમાં નિર્વાણ પામેલાં મહાપુરુષોનાં જીવનચરિત્રનું સ્મરણ કરે છે. અહીં તે મહાપ્રભુનું દીક્ષા કલ્યાણક, અહીં કેવળજ્ઞાન કલ્યાણક. અહીં નિર્વાણ કલ્યાણક વિગેરે વિગેરે યાદ કરતાં, તે તે ભૂમિને સ્પર્શ કરતાં તે તે વિશુદ્ધ ભાવેનું સ્મરણ કરતાં કે તેથી આગળ વધી પરિણામની વિશુદ્ધિથી તે તે ભાવોને Ac. Gunratnasuri M.S. ૫૮૪ના Jun Gun Aaradhak

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616