Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ વરસાવતા શ્રીસંઘે તે પ્રભુને પંચાંગ પ્રણામ કર્યો. વારંવાર તે પ્રભુનું મુખારવિંદ જોતાં, નમસ્કાર કરતાં, એકાગ્રચિત્તથી તે પ્રભુના અદ્દભુત ગુણોનું ચિંતન કરવા લાગ્યા. કેટલાએક સુંદર સ્તુતિગર્ભિત કાવ્યથી સ્તવવા લાગ્યા. પૂજન કરવાની પ્રબળ ઈચ્છોવાળો સંઘને મોટો ભાગ, સુદર્શના કે સ્નાન કરી, પવિત્ર થઈ, શ્વેત વસ્ત્રો પહેરી, ગજેંદ્રકંડમાંથી સ્વચ્છ પાણીના કળશ ભરી લાવ્યો. 1 589 II | કેટલાએક કુંકુમ મિશ્રિત કપૂરાદિ સુગંધી પદાર્થો પૂજન, અર્ચન માટે ઘસવા લાગ્યા. વાજિંત્રોના પ્રબળ નાદ સાથે સ્નાત્ર મહેચ્છવશ્રવણ કરવાનું કામ શરૂ થયું. નેમનાથ પ્રભુના બિબ ઉપર હવણ કર્યા પછી, ગશીર્ષ ચંદનાદિ સુગંધી પદાર્થોનું વિલેપન કરવામાં આવ્યું. અંગુષ્ટ પ્રમુખ અંગે પૂજન કરવામાં આવ્યું. અને છેવટે મણિ, મુક્તાફળાદિનાં આભૂષણે અને સુંગધી પુષ્પોની માળાઓ ચડાવવામાં આવી.. પ્રભુ સમગ્ર મંગલિકના ગૃહ સમાન છે એમ સૂચવવા માટે શ્વેતા શાળી(ચોખા)થી અષ્ટ મંગલિક આળખવામાં આવ્યાં. ચાર વાંકી પાંખડીઓવાળો સાથીઓ કરવામાં આવ્યું. સાથીઓના ઉપરના ભાગ ઉપર ત્રણ ઢગલીઓ કરવામાં આવી અને તેના ઉપરના ભાગ પર સિદ્ધશિલાના જેવો આકાર કરવામાં આવ્યો. આ સાથીઓ કરતી વખતે એવી ભાવનાથી મન વાસિત કરવામાં આવતું હતું કે-હે પ્રભુ! આ સાથીઆની ચાર વાંકી પાંખડીઓ સમાન ચાર ગતિ વક્ર યાને દુ:ખદાયી છે તેને તું દૂર કર. અને આ ત્રણ ઢગલીઓ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર અમને P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust પા