Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદશના 588 - જય જયના માંગલિક શબ્દો બોલતો શ્રીસંધ મુખ્ય મંદિરમાં આવ્યા. તેમનાથ પ્રભુની મુખમદ્રા નિહાળતાં જ અતિ ઉત્કંઠિત હૃદયવાળા શ્રીસંધે, હાથ જોડી પિતાનાં મસ્તકો તેમના તરફ નમાવી દીધાં. થોડા વખત સુધી અનિમેષદષ્ટિએ સર્વે પ્રભુના મુખકમળ સામું જોઈ રહ્યા. તે પ્રભુની મૂતિ સિદ્ધાસનને આકારે બેઠેલી હતી. નેત્રની દષ્ટિ નાસિકાના અગ્ર ભાગ પર સ્થાપન કરેલી હતી. મુખમુદ્રા શાંતરસમાં નિમગ્ન હતી. તેમના હાથ કે અંકમાં (ખોળામાં) કે પાસે, સ્ત્રી શસ્ત્રાદિ વિકારી ચોજે કાઈ પણ ન હતી. પલસઠી (પલોઠી) ના ભાગ ઉપર પદ્માસન મુદ્રામાં તેમનાં હાથો ચત્તા રહેલા હતા. સર્વ વિભાવ ઉપધિથી રહિત આત્માનંદમાં નિમગ્ન તે પ્રભુની શાંત મૂર્તિ જાણે લોકોને–દેખવાવાળાને એમ જણાવતી હોય નહિ કે, “જે તમારે પૂર્ણ આત્માનંદ લેવો હોય, નિરંતરને માટે જન્મ મરણને જલાંજલિ આપવી હોય અને અનંત ચતુષ્ટમય આત્માનું કેવળ સામ્રાજ્ય અનુભવવું હોય તો અહીં આવે. આ સ્થિતિ તપાસ અને તેવા થવા માટે તમે પ્રયત્ન કરે તે જરૂર મારા જેવા આત્મસ્વરૂપ થઈ રહેશે, " બ્રહ્મચારી મહાપ્રભુની શાંત મૂર્તિને, અનિમિષ દષ્ટિએ જેતે શ્રીસંધ થોડે વખત એકાગ્રતામાં પ્રવેશ કરેલા નિશ્ચળ ગાત્રવાળા યોગીની સ્થિતિને અનુભવતો હોય તેમ દેખાતે હતો. થોડા વખતની તેવી આનંદિત સ્થિતિ અનુભવી ભક્તિરસથી સમુદ્ધસિત વદનવાળા શ્રીસંઘે તે મહાપ્રભુની ફરતી ત્રણ પ્રદક્ષિણા કરી. હર્ષાવેશથી વિકસિત રોમાંચ ધારણ કરતા અને હર્ષાશ્રુને Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True 588