Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના છે 586 II વર્ગ સહિત ધનપાળે ગિરનાર તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં સ્થાને સ્થાને આવતાં જિનચૈત્યોનું તેઓ પૂજન કરતા હતા. કેઈ સ્થળે મુનિ મહાત્માનાં દર્શન થતાં તો કેઈ સ્થળે સર્વ લોકે તેનાં દર્શન કરતા અને ધર્મદેશના શ્રવણ કરતા હતા. ઠેકાણે ઠેકાણે સ્વામીવચ્છલ થતાં હતાં. કરુણાબુદ્ધિથી દુઃખી મનુષ્યોને મદદ અપાતી હતી. મહાત્માપુરુષોની સુપાત્રબુદ્ધિથી ભક્તિ કરાતી હતી. દુઃખી સ્વધની બંધુઓનું ઉત્સાહથી ગૌરવ કરવામાં આવતું અને બનતા પ્રયત્ન આંતર લાગણીથી તેઓનાં દુઃખ દૂર કરાતાં હતાં. સ્થળે સ્થળે ઉદારતાના ગુણથી યાચકના મનોરથ પૂર્ણ થતા હતાં. સંઘનો મોટો ભાગ એક વખત આહાર કરનાર, પગે ચાલનાર, જમીન પર સૂનાર, સચિત્તનો ત્યાગ કરનાર તેટલા દિવસોને માટે બ્રહ્મચર્ય પાળનાર હતો. રાત્રી અને દિવસે આનંદમાં પસાર કરતાં અને જૈન શાસનની પ્રભાવના યાને ઉન્નતિ કરતો શ્રી સંઘ ગિરનાર પહાડની તળેટીમાં આવી પહોંચ્યો. સુગંધી પુષ્પથી વાસિત થયેલાં શીતળ જળના પ્રવાહવાળાં ઝરણાથી, મદ ઝરતા ગજેંદ્રની માફક ગિરનારને પહાડ શોભી રહ્યો હતો. તે પહાડના ઉપર અને આજુબાજુ જ બીર, જાંબુ, આમ, અંબાડ, આંબલી, કદંબ, ખજૂર, દ્રાક્ષ, દાડિમ, પુગી, નાળીયેર, પુન્નાગ, નાગ, ચંપક, અશોક. અંકુલ બકુલ, તિલક, તાલ, હિતાલ, પ્રિયાળ, કરમાલ, માલતિ, કેતકી, વિચકીલ, કરણી, મંદાર, એલા, લવિંગ, નાગકેશર, કલાદિ સર્વ ઋતુઓનાં વૃક્ષોવાળા, નંદન વનની માફક Ac Gunratnasuri M.S . Jun Gun Aaradhak True | 586 ||