Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ છે. મહાશય! ફરી પણ હું તમારે મહાનું આભાર માનું છું અને પાછો અનેક વાર તમારો સમાગમ થાય એમ ઈચ્છું છું. મારાં વચન સાંભળી, પિતાના વ્યતીત થયેલા વખતને ઉપયોગી થયેલો સમજી, પિતાની સુના માયાળુ દષ્ટિ અમારા તરફ ફેંકી અર્થાત તેની પોતાની ખુશી જાહેર કરી, તે કિન્નરી પોતાના ઈચ્છિત સ્થાને જવાને આકાશમાગે ઊંચી ઊડી થડા વખતમાં અદ્રશ્ય થઈ ગઈ. | 5833 પ્રિયા ! તેમના જેવા બાદ અમે બન્ને મિત્રએ બહારના ભાગમાં આનંદમાં રાત્રિ પસાર કરી. પ્રાતઃકાળે જાગ્રત થતાં ફરી નેમનાથ પ્રભુના મંદિરમાં જઈ દર્શન, સ્તુતિ વિગેરે કરી, અમે પહાડ પરથી નીચા ઉતર્યા, અનુક્રમે અહીં આવી પહોંચ્યા. ' પ્રિયા મને જે પ્રશ્ન કર્યો હતો કે, ‘ગિરનારના પહાડ ઉપર આજે કિન્નરીઓ મુનિગણની સ્તવના કરી રહી છે” વિગેરે, તે સર્વ વૃત્તાંત આજે તારા પૂછવાથી તારી આગળ મેં વિસ્તારથી કહી સંભળાવ્યો છે. પિતાના પતિના મુખથી ગિરનાર સંબંધી અનુભવ અને પ્રસંગોપાત સુદર્શનાદિને ઈતિહાસ સાંભળી ધનશ્રીએ કહ્યું : સ્વામીનાથ ! આપને કહેલ વૃત્તાંત સાંભળી હું ઘણી ખુશી થઈ છું આપ મિત્ર સહિત ગિરનાર પર અનેકવાર યાત્રાર્થે ગયા છે, તે શું મને એકવાર પણ તે તીર્થનાં દર્શન માટે નહિ લઈ જાઓ? સામાન્ય રીતે તીર્થયાત્રાએ જવાના મારા વિચારો PIP Ad, Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust I 583