Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ ~ સુદર્શન ' 552 I શીળવતીએ કુળદેવીનું પૂજન કરવું બંધ કર્યું, તે દેખી કુળદેવી તેના પર વિશેષ કોપાયમાન થઈ રાત્રિએ પ્રગટ થઈ તે કુળદેવી શીળવતીને આ પ્રમાણે કહેવા લાગી. એ પાપિષ્ટ ! દુષ્ટ, ધીઠ, તું મારી પૂજા કેમ કરતી નથી? હવે તને હું જીવતી મૂકવાની નથી. આ પ્રમાણે છેલતાંજ હાથમાં ભયંકર કરવાળ ધારણ કરતા અને અટ્ટહાસ્ય કરતાં વેતાલો તેના ઉપર મૂકયા. બીજી તરફથી હાથમાં રૌદ્ર કર્તિકાઓ નચાવતી ડાકણીઓ પ્રગટ કરી. અન્ય તરફથી શ્યામવર્ણવાળા, ચપળ જિહવા ધારણ કરતા, ફટાટોપ કરી કુત્કાર મૂકતા ભીષણ સર્પો પ્રગટ કર્યો. અતિ કુટિલ અને કઠિણ દાઢાવાળા, તીક્ષ્ણ નખ અને લાલ નેત્રવાળા, વિકરાળ મુખ કરતા સિંહે તેની સન્મુખ મૂકયા. આ સવે ચારે બાજુથી સમકાળે શીળવતીને ભય યાને ત્રાસ આપવા લાગ્યાં. તાડના. તના અને પ્રલયકાળના મેઘસમાન ગરવ કરવા લાગ્યા, તોપણ દઢધર્મા તે ક્ષોભાયમાન ન થઈ; પણ એકાગ્ર મનથી પંચપરમેષિમંત્રનું સ્મરણ કરતી બેસી રહી. તે દેખી દેવીને વિશેષ કોપ થયે. ફરી પણ તેણે શીળવતીને કહ્યું: તું મને હજી પણ નમસ્કાર કરે તો હું તને મૂકી દઉં. જે તેમ નહિ કરે તો તું મહાનું અનર્થ પામીશ. શીળવતીએ કહ્યું: ભદ્રે ! તું ફેગટ ખેદ પામે છે. એક દેવાધિદેવ વીતરાગને મૂકીને અન્ય દેવને હું નમસ્કાર નહિ જ કરું. તેનું સ્મરણ, તેની રસ્તવના અને તેનું પૂજન પણ Ac Gunratnasuri M.S. / ઉપર Jun Gun Aaradhak The