Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન, a565 II નિધાન સિવાય રત્નો જથ્થો મળતો કે રહેતો નથી. તેમ મૂળ ઉત્તર ગુણોરૂપ રત્નનું અક્ષય નિધાન સમ્યક્ત્વ છે, એટલે સમ્યક્ત્વ નિધાન સિવાય મૂળ, ઉત્તર ગુણરૂપ રત્નો - હોતાં નથી. 6. દેવ, ગુરુ અને ધર્મ પરનું તાવિક શ્રદ્ધાન તે સભ્યત્વ છે. રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન રહિત પરમાત્મા અરિહંતદેવ તે દેવ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર આચારવાળા ગુરુઓ, તે ગુરુ છે. અને જીવાજીવાદિ પદાર્થોનાં હેય, શેય, ઉપાદેયરૂપ વિશુદ્ધ પરિણામ તે વીતરાગ દેવકથિત ધર્મ તે ધર્મ છે. આ પ્રમાણે વ્યવહારથી સમ્યકત્વ અંગીકાર કર્યા પછી વિશુદ્ધ શ્રદ્ધાનવાળા છે, ગૃહસ્થ ધર્મને યોગ્ય દ્વાદશ (બાર) વ્રતે ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે છે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ, પહેલા વ્રતમાં-નિરપરાધી ત્રસ જીવોને મન, વચન, કાયાએ કરી સંકલ્પીને યાવત્ છવપયત મારવા નહિ અને મરાવવા પણ નહિ આ પ્રમાણે દ્વિવિધ, ત્રિવિધ પણ નિયમ લેવો યા પાળવું તે ગૃહસ્થોનું પહેલું વ્રત છે. 1. સ્થૂળ મૃષાવાદવિરમણ-કન્યા, ગૌ, ભૂમિ, ન્યાસાપહાર (થાપણુ ઓળવવી) અને જૂઠી | 565 | સાક્ષી ભરવી–આ પાંચ મોટાં જૂઠાં–અસત્ય ન બોલવાં. કન્યા અને ગાય ગ્રહણથી મનુષ્ય કે કોઈ પણ પશુને જાનવરનાં સંબંધમાં અસત્ય ન બોલવાનું સમજવું. લોકોમાં વિશેષ નિંદાલાયક Jun Gun Aaradhak Trust P.P. Ac Gunratnasuri MS