Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ જદના રેક - તે નગરીમાં ન્યાય, વિવેક અને પરોપકારમાં પ્રવીણ રૂદ્ધિમાન સુનંદ નામને શ્રાવક વસતો હતો. નિર્મળ શીળગુણને ધારણ કરનારી તથા ધર્મકર્મમાં પ્રીતિવાળી ધારણી નામની તેને પત્ની હતી. તેણીની કુક્ષીથી અગિયાર પુત્રો થયા. એક દિવસે અનેક શિષ્યના સમુદાય સાથે પાર્શ્વનાથ ભગવાન તે કોષ્ટક ઉદ્યાનમાં આવીને રહ્યા હતા. મેધને ગર્જારવ સાંભળી હર્ષાવેશમાં 545 છે! જેમ મયૂરો નૃત્ય કરે છે તેમ તે મહાપ્રભુનું આગમન સાંભળી જયધોષ રાજાનું મન આનંદથી નૃત્ય કરવા લાગ્યું. તે મહાપ્રભુના પાદારવિદને નમન કરવા અને ઉપદેશામૃતનું પાન કરવા, મોટા પરિવાર સહિત રાજા ગયા એ અવસરે સુનંદ પ્રમુખ નગરલોકો પણ ત્યાં આવ્યા. ત્રણ પ્રદક્ષિણપૂર્વક નમન કરી સર્વે ઉચિત સ્થળે બેઠા. યોગ્ય જીવોને ઉપગાર કરવા તે પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી. મહાનુભાવો ! મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, નિરોગી શરીર, પાંચ ઇંદ્રિયની પટના અને ધર્મોપદેશક ગુર્વાદિ દુર્લભ સામગ્રી તમને ગ્ય અવસરે મળી આવી છે; માટે આત્મધર્મ પ્રગટ કરવામાં પ્રમાદ ન કરો. માનવજિંદગી ટૂંકી અને ક્ષણભંગુર છે. પરિણામની વિશુદ્ધતા સિવાય કર્મમળ દૂર થતો નથી. કમળ દૂર થયા સિવાય આત્મધર્મ પ્રગટ ન થાય અને તે સિવાય સત્ય સુખ કયાંથી મળે? સત્ય સુખ સિવાય, જન્મ મરણને ભય આપનાર ત્રાસ ઓછો ન થાય માટે જાગૃત થાઓ, ભાવનિદ્રાને ત્યાગ કરો, આયુષ્ય થોડું છે. વખત ચાલ્યા જાય છે. P.P.AC. Gunratnasuri MS Jun Gun Aaradhak