Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન / 546 ના એ અવસરે ભુવનગુરુને નમસ્કાર કરીને સુનંદ શ્રેણી આ પ્રમાણે બોલવા લાગ્ય-કપાળ દેવ! આપ જે કહો છો તે સત્ય છે. મારો એક સંદેહ આપ દૂર કરશો અને તેથી તેમાં અમને જાણવાનું, આદરવાનું કે ત્યાગ કરવાનું ઘણું મળી આવશે. પ્રભુ ! મારે અગિયાર પુત્ર છે. જિનેશ્વરનું નામ વારંવાર યાદ આવે આ હેતુથી પુત્રનાં નામ ઋષભથી શ્રેયાંસ પર્યત રાખવામાં આવ્યાં છે. આ સર્વે એક જ માતાપિતાથી ઉત્પન્ન થયેલા સગા ભાઈઓ છે. સરખી રીતે આદર પૂર્વક તેઓનું રક્ષણ કરવામાં આવ્યું છે અર્થાત્ સરખી રીતે ઉછેરવામાં આવ્યા છે છતાં આમાંથી છ પુત્રોનાં આચરણ વિલક્ષણ-જુદાં જુદાં જોવામાં આવે છે. મોટાપુત્ર શરીરે કદરૂપો છે. બીજો પુત્ર કમળની માફક સુગંધી શ્વાસ-નિશ્વાસવાળે છે. ત્રીજો પુત્ર ધનને નારી કરનાર યા હરણ કરનાર છે. ચોથો સૌભાગ્યવાન છે. પાંચમે અતિશય ધીઠ છે. છઠ્ઠો પુત્ર થોડી મહેનતે ઘણું દ્રવ્ય કમાય છે. સાતમો પુત્ર પ્રતિક્ષણે ભૂખ્યો થાય છે. આઠમે મૃદુ અને ઘણું ડું બેલનાર છે. નવમે ઘણુ ચપળ સ્વભાવને, દશમે પરિમિત ચાલવાવાળો અને કઈ વખત વિપત્તિ પામતો નથી. અગિયારમો પુત્ર સપાપકાયને અત્યંત ત્યાગ કરનાર છે છતાં ત્યાગ ભાગ અને વિવિધ પ્રકારના ધનાદિને લાભ સંપાદન કરી શકતા નથી. પ્રભુ! આ મારા દરેક પુત્રે ભિન્ન સ્વભાવવાળા શા માટે ? અર્થાત્ પૂર્વજન્મના કયા Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak છે