Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 4 541 શતપત્રાદિ પુષ્પના પરિમળવાળી સુખશસ્યામાં શયન કરે છે ત્યારે અન્ય પરાળના ઘાસમાં અથવા અનેક વસ્ત્રના કકડાઓથી બનાવેલી દુર્ગંધિત કંથાઓમાં દુ:ખે નિદ્રા લે છે. કેટલાક શિશિર ઋતુમાં ઊનનાં અનેક ગરમ પ્રાવર ઓઢી સુખે રાત્રિ પસાર કરે છે, ત્યારે બીજા હાથ૫ પ્રાવરણથી શરીર ભીડીને (બાંધીને) દાંત–વીણા વગાડતા દુઃખે રાત્રિ પસાર કરે છે. કેટલાએક ગ્રીષ્મઋતુમાં જ લાદ્ર ચંદનનું શરીર વિલેપન કરી શાંતિ અનુભવે છે ત્યારે અન્ય મોટો બાજે (ભાર) ઉપાડી ઉઘાડે પગે ગ્રીષ્મઋતુના પ્રખર તાપમાં આમ તેમ ફર્યા કરે છે. કેટલાક મહેલના ઝરૂખામાં બેસી સ્નેહી મનુષ્યો સાથે વર્ષાઋતુની અલૌકિક લીલાનું નિરીક્ષણ કરે છે અન્ય કાદવથી ખરડાયેલા પગે છત્ર વિના વર્ષાદમાં ભિંજાતા આમતેમ આથડાયા કરે છે. કેટલાએક યુવાન યુવતિઓના હાવભાવ સાથે પ્રકૃત્રિત મને આનંદની ક્રીડા કરે છે ત્યારે અન્ય કંકાસ કરનારી સ્ત્રીના દુર્વચનોથી કલેશિત થઈ તેનાથી છૂટો થવા માટે આર્તધ્યાન કરે છે. કેટલાએક માથે છત્રને ધારણ કરાવતા નેકરોથી નેકી પોકારાવાતા યથેચ્છાએ ફરે છે ત્યારે અન્ય મનુષ્ય તેના જ ઉપાડેલા બેજાના ભારથી ગાત્ર (શરીર) સંકુચિત કરી તેની પાછળ દેડયા જાય છે. કેટલાએક કપૂર, કુંકુમ, કસ્તૂરી, અગર આદિન ક્રયવિક્રય કરે છે ત્યારે અન્ય ધુળ છેવાને વ્યાપાર કરે છે. કેટલાંક મણિ, રત્નાદિને સહજ હાથની સંજ્ઞાઓ વ્યાપાર કરે છે છે ત્યારે અન્ય લોઢાં પ્રમુખને કાપવા કૂપવાનો વ્યાપાર કરે છે. કેટલાએક સત્યમાં તત્પર રહી છે A Gunratnasuri MS. તો . 51 || Jun Gun Aaradhak Trust