Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ દશના 534 II વિષયનો મન, વચન, શરીરથી કરવા, કરાવવા અને અનુમોદન કરવારૂપે ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય છે. મહસેન મુનિ! પ્રમોદને ત્યાગ કરી, આ દશ પ્રકારનો શ્રમણ ધર્મ તમે યાવત છવપર્યત પાળજે. શાશ્વત સુખ-પ્રાપ્તિની તમારી અભિલાષા આ અનુક્રમે વર્તન કરવાથી પૂર્ણ થશે. ગુરુમુખથી ધર્મશિક્ષા સાંભળી, મહસેન મુનિએ હાથ જોડી નમ્રતાથી તે શિક્ષાને સ્વીકાર કરી, પિતાને આનંદ પ્રદર્શિત કર્યો. ગુરુશ્રીના મુખથી સુદર્શના, વિજયકુમાર, શીળવતી, ચંડવેગ અને મહસેન આદિ ઉત્તમ મનુષ્યોનાં સંવેગ ઉત્પન્ન કરનાર અનેક ચરિત્ર સાંભળી ચંપકલતા સંવેગ પામી, પૂર્વજન્મના પિતાના પુત્ર અથવા આ જન્મના વચનથી અંગીકાર કરેલ પતિના મેળાપથી અને તેના ચારિત્ર આદરવાથી વિશેષ પ્રકારે ચંપકલતાને આનંદ અને વૈરાગ્ય થયો પણ ધાત્રીસ્નેહ દુ:ખે મૂકી શકાય તેવો તેને ભાગ્યો. સુદર્શન દેવી ઉપર મહ તેનાથી મૂકાયો નહિ અને તેથી ચારિત્ર લેવામાં તેને ઉત્સાહ ન વધ્યો. ખરી વાત છે. મેહને પડદો ભેદાયા સિવાય આત્મપ્રકાશનાં દર્શન ન જ થાય. પિતાને કૃતાર્થ માનતી ચંપકલતા ગુરુવર્યને તથા મહસેન મુનિને નમસ્કાર કરી પૂર્વજન્મના સુદર્શનાના બનાવરાવેલા સમળીવિહાર નામના મુનિસુવ્રતસ્વામિના મંદિરમાં દર્શન કરવા અર્થે પાદુકા પર આરૂઢ થઈ વિમળ પર્વતથી આકાશમાગે ભયચ્ચ તરફ ચાલી ગઈ. P. Ac, Gunratnasuri M.S. Jun Gun Aaradhak || 534 | S