Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના || 533. નિરતર પ્રયત્ન રાખવો. તે તપ ગ્લાનિપણે એટલે ઠરૂપે નહિ તેમજ કોઈ વસ્તુની અપેક્ષા માટે નહિ પણ કેવળ કર્મ ક્ષય કરવાની લાગણીથી જ કરે. સંયમ–સર્વ જીવોને આત્મસમાન ગણી, પોતાની માફક સર્વ જીવોનું રક્ષણ કરવું. મારશો તો મરાશો’ આ મહાવાકયને યાદ રાખી વર્તન કરવું તેમજ ઈચ્છાનિષ્ટ વસ્તુને પામી તેમાં રાગ, દ્વેષ કે હર્ષ, શેક કરવારૂપ ઇંદ્રિયોને છૂટી ન મૂકતા યથાયોગ્ય ઇંદ્રિને દમન ક સત્ય-સર્વ સ્થળે પ્રિય, પથ્ય અને સત્ય વચન બોલવું. કેઈ વિકટ પ્રસંગમાં મૌનપણું ધારણ કરવું અને વિકથાદિ કથાઓને ત્યાગ કરવો. શૌચ-મન, વચન, શરીરથી કોઈપણ અકાર્યને વિચાર, ઉચ્ચાર કે વર્તન ન થાય તે માટે વિશેષ ઉપગ રાખો. બાહ્ય પવિત્રતાથી અંતરપવિત્રતા ઉત્તમ અને ત્યાગના ભૂષણરૂપ છે. તેમજ આહાર, વસ્ત્ર, પાત્ર અને શવ્યા-મુકામ એ ચારે શાસ્ત્રોક્ત વિધિએ નિર્દોષ હોય તેનું આસેવન કરવું. અકિંચન-વિવિધ પ્રકારને જે પરિગ્રહ કહેવાય છે તે સર્વને ત્યાગ કરવો. ઘર્મોપકરણો તે પણ મમત્વ ભાવ વિના ધર્મના ઉપરુંભ (આધાર) માટે જરૂર જેટલાં જ અર્થાત્ મર્યાદા પ્રમાણે રાખવાં. બ્રહ્મચર્ય—ઔદારિક મનુષ્ય અને તિર્યંચ સંબંધી, વૈક્રિય દેવ સંબંધી આ બન્ને પ્રકારના || 533 P Ac Gunratnasun Mis Jun Gun Aaradhak