Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના // ૫૩ર ક્ષમા-દુઃખ આપનાર કે નિંદા કરનાર પાપી મનુષ્યોથી પિતાને પરાભવ થતો દેખી તમારે આ પ્રમાણે વિચારવું કે “આ મારાં કરેલ કર્મનું જ ફળ છે! સમપરિણામે સહન કરતા મારાં કર્મની નિર્જરા થશે.' ઇત્યાદિ વિચાર કરી, ક્રોધ ન કરતાં કે શિક્ષા આપવાનું સામર્થ્ય છતાં તેને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડતાં, શાંત પરિણામે સહન કરવું તે ઉત્તમ ક્ષમા ધર્મ છે. | માવતા–પિતે ગુણવાન છતાં, તે ગુણોને મદ ન કર, અહંકાર કે ગર્વ કરવાથી તે ગુણે ચાલ્યા જાય છે. તેનું ફળ મળતું નથી તેમ અન્યનું અપમાન કે અવિનય ન કરવો. પણુ ગુણાનુરાગી થઈ ગુણવાનું બહુમાન કરવું. સરલતા-સર્વ કર્તવ્યમાં–કાર્યમાં કુશળ છતાં સર્વ ઠેકાણે બાળકની માફક સરલતાથી વર્નાન કરવું. પણ કાર્ય કુશળતા ગુણને માયા, કપટ, છળ કે પ્રપંચાદિ કાર્યમાં દુરુપયોગ ન કરવો.' નિર્લોભતા–ગરીબ કે ધનાઢય સર્વના ઉપર સરખી દષ્ટિ રાખવી. આત્મામાં સર્વશક્તિ કે સર્વ વસ્તુપ્રાપ્તિનું સામર્થ્ય છે. ખરૂં સુખ આત્મગુણથી જ મળે છે, એમ ધારી આત્મગુણમાં જ સંતુષ્ટ થઈ દુનિયાની કઈ પણ પૌદૂગલિક વસ્તુની અપેક્ષા ન રાખવી. તપ-છ પ્રકારને બાહ્ય તથા છ પ્રકારને અત્યંતર એમ બાર પ્રકારના તપ કરવામાં Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak I 532 ||