Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન આ તારા મનના પ્રશ્નનો પ્રત્યુત્તર આપવો યોગ્ય ધારી હું તને કહું છું કે અવધિજ્ઞાનથી તને વિમળ પર્વત પર આવેલી જાણી તને પ્રતિબોધ આપવા માટે અહીં મારું આગમન થયું છે. સિંહલદ્વીપના રાજાએ જ્યારે ચારિત્ર લીધું તે અવસરે જે મારી પદ્મા ધાવમાતાને મારી (વસંતસેન) પાસે મૂકી ગયા હતા, તે પદ્મા ઘાવમાતા મરણ પામીને, આટલો વખત સંસારમાં પરિભ્રમણ કરી હમણાં પાટલીપુત્ર નગરના જયરાજાની જયશ્રી પટ્ટરાણીની કુક્ષીએ ચંપકલતા નામની પુત્રીપણે ઉત્પન્ન થઈ છે, જે તું પોતે જ છે. ચંદ્રની માફક પૂર્ણ કળાવાળી તારા વિવાહ માટે તારા પિતાએ અનેક વરની ગવેષણ કરી. પણ છેવટે મહસેન રાજાનું ચિત્રપટ્ટ દેખી તને વિશેષ પ્રેમ ઉત્પન્ન થયો. તેથી પ્રધાનદ્વારા તારા પિતાએ, મહસેન રાજાને તારું પાણીગ્રહણ કરવાનું આમંત્રણ કરાવ્યું. તે રાજા તારા પિતાના આમંત્રણને માન આપી, પાંચ વહાણ લઈને વિવાહ માટે આવતો હતો. રસ્તામાં દૈવની પ્રતિકૂળતાથી વહાણ ભાંગી ગયું. એક દૂતના મુખથી આ વૃતાંત તારા પિતાએ સાંભળ્યું. તેને બહ ખેદ થયો. તેથી વિશેષ ખેદ તને થયે. ભવિષ્યના વ્હાલા પતિની આવી દશા થયેલી જાણી તું વિષયથી વિરક્ત થઈ પણ તારે અંતરને ખેદ શાંત ન થયું. આ અવસરે વિમાનમાં બેસી દેવી સુદર્શના આકાશમાગે તારા મહેલ પાસે થઈ પસાર થતી હતી. તેટલામાં અગાશીમાં - ઝરતી અને શોક કરતી તારા ઉપર તેની દષ્ટિ પડી. જ્ઞાનદષ્ટિથી તેણે તારે પૂર્વજન્મ જાણી " P.AC. Gunratnasuri MS. Jun Gun Aaradhak પર II