Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના Hપર૭ | અવસર્પિણું કલિકાળ હમણાં અવસર્પિણી કાળ પ્રવર્તે છે. તે ૬ષમ કાળના નિમિત્ત દોષથી પ્રાયે કરી ઘણાં મનુષ્ય મૂઢ અજ્ઞાની છે. પ્રમાદમદિરાથી અત્યંત ઉન્મત્ત થઈ રહ્યા છે. કૂડકપટથી ભરપૂર છે. અકાર્યમાં આસક્ત છે. કુશીલોની સેબત કરવાવાળા જીવો છે. કર્યા ગુણને ઓળવીને કૃતધ્રો બને છે. ચપળ ચિત્ત વિશેષ ધરાવે છે. પ્રબળતર ક્ષમાપ્રધાન મુનિઓ પણ બીજમાત્ર રહેલા છે. ઘણુ થોડા જ મનુષ્યો દઢ સમ્યક્ત્વવાન હશે. વિરતિ દુ:ખે આદરવા કે પાળવા યોગ્ય છે. ગુરૂવિનય ઘણે થોડા જ દેખાય છે. લોકોમાં મૈત્રીભાવ કારણ પૂરતો જ છે. સ્વજનોને વ્યવહાર પણ લોભગ્રસ્ત છે. ધન સાધનના ઉપાયે પણ ઘણું સાવધ, કપટ અને કલેશથી ભરપૂર છે. પિતા પુત્રાદિ સ્વજનો પણ આપસમાં અવિશ્વાસની નજરથી જુવે છે. રાજાઓ અન્યાય કરી ક્રર સ્વભાવના, કુટિલતાથી ભરપૂર અને પિશાચની માફક છિદ્ર જેનારા રહ્યા છે. ધૂર્તો, વિશ્વાસઘાતીઓ અને ગ્રંથિ ભેદવાવાળા-કાપવાવાળાનું જોર વૃદ્ધિ પામ્યું છે. ઉચ્ચાટન, સ્થંભન, મેહનાદિ કરવાવાળા પાપી જીવો વિશેષ જોવામાં આવે છે. લૂંટારા, ચરો અને વિશેષ કર-(રાજવેરા)ના ભારથી લોક દુઃખી અવસ્થામાં આવી પડયા છે. ઔષધીઓ, સેલડી અને ગાયોમાંથી મળતો રસ (દૂધ) વિગેરે ઓછો થઈ ગયું છે. બુદ્ધિની પ્રબળતા ઓછી થઈ છે. મંત્રવિદ્યાઓનો પ્રભાવ હતબળ થયા છે. મનુષ્યનાં આયુષ્ય સ્વલ્પ થયાં છે. શારીરિક બળની હાનિ થતી જાય છે. સ્નેહમાં સ્વાર્થ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust | પ૭ |