Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના છે 431 | ભાલા બાણ અને તીરનો વરસાદ વરસતો હોય તે અવસરે, બુદ્ધિમાન અને નિપુણ શિક્ષક હોય તથાપિ નવીન હાથી, ઘોડા અને સુભટોને દામીને કે કેળવીને, યુદ્ધને લાયક ઉપયોગી કેવી રીતે બનાવી શકશે? અર્થાત ન જ બનાવી શકે ઘરમાં અગ્નિ લાગ્યો હોય અને ઘરનું સર્વસ્વ માલમિલ્કત આગમાં બળતું હોય એ અવસરે નવીન કૂવો ખોદી, પાણી કાઢી ઘર બુઝાવી મિલ્કતનું રક્ષણ કરવાનું કામ બુદ્ધિમાનું મનુષ્ય પણ કરી શકશે કે નહિં જ. પરબળ આવી ચડયું હોય, ચારે બાજુથી નગરના કિલ્લાને રોધ થઈ ગયો એ અવસરે હોંશિયાર મનુષ્ય હોય તો પણ તત્કાળ પૂરતા જથ્થામાં અનાજ, ઈંધણ, પાણી વિગેરેને સંગ્રહ કરી શકાશે કે! નહીં જ. પણ આ સર્વ વાતની ખબર પહેલાંથી જ માલૂમ હોય અને પહેલાંથી જ સર્વ સામગ્રી તૈયાર કરી રાખી હોય તો તેવા અણીના પ્રસંગે તે પોતાનું કાર્ય સાધવાને સમર્થ થઈ શકશે. તેવી જ રીતે પારલૌકિક કાર્ય માટે, મરણ અવસર આવ્યા પહેલા જે મનુષ્ય સર્વ તૈયારીઓ નથી કરી રાખતે, તે મનુષ્ય છેલ્લી ઘડીના અવસરે ધન, સ્વજન, રાજ્ય, ગૃહ, દેહાદિકના મોહમાં મુંઝાઈ તેનાથી અલગ થઈ શકતો નથી. તેને મમત્વભાવ ઓછો થતો નથી. એટલું જ નહિ પણ પહેલાથી જ મમત્વભાવ કે સ્નેહભાવ ઓછો કરેલ ન હોવાથી છેવટની સ્થિતિમાં મેહભાવ વૃદ્ધિ પામે છે. હાલનો વિયેગ વિશેષ સાલે PP Ac. Gunnatnasuri MS. // 431 | Jun Gun Aaradhak Trust -