Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ - - સુદર્શના / 98 II. થતાં એક મોટી પૂજા કરી, મુનિઓને દાન આપવું. દુ:ખિયાઓને મદદ આપવી વિગેરે વિધિ છે. સદના અને શીળવતી બન્ને જણાંએ તે તપ શરૂ કર્યો. જિનપૂજન, સુપાત્રદાન, પરોપકાર, અને તપશ્ચરણાદિ શુભ ભાવમાં તે તપ પૂર્ણ થયો, તરત જ અંધારા પક્ષમાં નિજસીંહ તપ શરૂ કર્યો. જેમાં પૂર્વોક્ત તપશ્ચર્યા સહિત, ગ્લાનમુનિ શ્રાવકે અને કેઈ પણ રોગી મનુષ્યનેજીવોને ઔષધાદિ આપી નિરોગી કરવાનું પણ કામ કરવાનું હતું. તે તપ પણ પૂર્ણ થયો. ત્યાર પછી પરમભૂષણ તપ શરૂ કર્યો. આ તપમાં એકાંતરે ઉપવાસ, પારણે આંબિલ–આવાં બત્રીશ આંબિલ જેમાં આવે છે તે તપ, વિધિપૂર્વક પૂર્ણ થયો. ત્યાર પછી બીજા પણ દીક્ષા કલ્યાણક તપ, નિર્વાણ તપ, કર્મસૂડન તપ, રત્નાવલી તપ, મુક્તાવલી તપ, ભદ્ર, મહાભદ્રસર્વતોભદ્ર, ઈત્યાદિ વિવિધ પ્રકારના તપ કરતાં સુદર્શન અને શીળવતીને આઠ વર્ષ નીકળી ગયા. એક દિવસે સુદર્શના પિતાના ભુવનમાં સિંહાસન ઉપર શાંતપણે વિચારમાં નિમગ્ન થઈ હતી, તેવામાં તેની એક બહેનપણી ઉતાવળી ઉતાવળી તેની પાસે આવી આદરપૂર્વક કહેવા લાગી. સ્વામિની! વધામણી આપું છું. આપના માતા, પિતાની કુશળ પ્રવૃત્તિ કહેનારી સિંહલદ્વીપથી ધાવમાતા કમળા આવી પહોંચી છે. તે વાત કરે છે તેવામાં કમળા પણ ત્યાં આવી પહોંચો. રાજકુમારીના ચરણમાં નમીને સિંહલદ્વીપ સંબંધી કુશળ સમાચારાદિ સર્વે કહેવા લાગી. સ્વામિની! આપના પૂજ્ય પિતાશ્રીએ, આપની કુશળ પ્રવૃત્તિ પૂછી છે અને ઇચ્છે છે. { } '498 Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True