Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના ચિકણા કર્મવાળા જીવોનું આ અજ્ઞાન કેટલામાત્ર છે અર્થાત ભારેકમ જીવોમાં બધું સંભવે છે. ઈત્યાદિ વિવિધ પ્રકારના ઓળંભાવાળાં તે અપ્સરાઓનાં વચન સાંભળી તે ચંડવેગ વિદ્યાધર વિચારમાં પડશે કે શું? આ મહાપ્રભુ અરિહંત દેવ અને આ દેવીઓ, અપ્સરાઓ પૂર્વે કોઈપણ સ્થળે મેં જોયા છે? અથવા કેઈપણ સ્થળે સાંભળ્યાં છે? વળી આ અપ્સરાઓએ આ પ્રમાણે શા માટે કહ્યું કે “મિથ્યાત્વ મોહથી મોહિત થયેલા નિબિડ કર્મવાળા કેટલાએક જીવો પોતાનું હિત જાણતા નથી વિગેરે” ઈત્યાદિ વિચાર કરતા ચંડવેગને પ્રતિબોધ કરવા માટે સદશનાએ કહ્યું. હે ભાઈ! આત્મહિતકારી મારાં વચને તરફ તું ધ્યાન આપ “બહેન, મને પ્રતિબોધ આપજે " આ તારાં વચને તું યાદ કરી હમણાં જાગૃત થા, બાધ પામ. પૂર્વજન્મમાં તે સિંહલદ્વીપના રાજાને પુત્ર હતા. તારું નામ વસંતસેન હતું. તે કમળા ધાવમાતા સાથે કહેવરાવ્યું હતું કે અવસરે મને પ્રતિબોધ આપજે. તારો ભુવનપતિ દેવનો એક (વૈમાનિક દેવોની અપેક્ષાએ) નાને ભવ પૂર્ણ થતાં તું અહીં વિદ્યાધરપણે ઉત્પન્ન થયો છે. હું તારી નાની બહેન સુદર્શના-ઇશાન દેવલોકની મહદ્ધિક દેવી છું, સદના દેવીનાં વચને સંબંધી ઈહાપોહ કરતાં ચંડવેગને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. પવના ભવે દેખતાં જ તે બોલી ઊઠ્યો. હું કૃતાર્થ થયો, હું કૃતાર્થ થયે. બહેન! સંસારરૂપ કવામાં પડતાં તે મારે ઉદ્ધાર કર્યો. બહેને હું તે તારા જેવી જ હશે નેહીઓ છે તે Ac. Gunratnasuri-M.S. Jun Gun Aaradhak True I[ 514 13