Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 517li -- અને વિયેગશીલ છે, પરિણામે દુ:ખરૂપ છે તેમ જાણી તે સુખની ઉપેક્ષા કરી, નિત્ય, શાશ્વત, આનંદમય નિર્વાણ સુખની અભિલાષા રાખે. 4. રાગ-દ્વેષની વિભાવ પરિણતિથી ઉત્પન્ન થતા કર્મવિપાક દુઃખમય છે, તેનાથી મહાનું અનિષ્ટ દુ:ખ વેદવાં પડે છે. એમ જાણી કઈ વખત અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં રાગ, દ્વેષ યા હર્ષ, શોક ન કરો. દોષપાત્ર જીવો પર પણ દયાઅનુકંપા કરે. તેમ ન રહે તે ઉપેક્ષા કરો. 5. ગુણી મનુષ્યને દેખી ગુણાનુરાગથી તમારે આનંદિત થવું. સ્વધર્મીઓનું વિશેષ પ્રકારે હિત કરવું. સર્વ જીવો ઉપર કરુણા-બુદ્ધિ રાખવી. અરિહંત, સિદ્ધ, પ્રવચન ગુરુ, સ્થવિર અને બહુશ્રુતાદિક સાથે વિનયપૂર્વક બહુમાનની લાગણીથી જેવું અને વર્તવું. યૌવન, લક્ષ્મી આદિને ક્ષણભંગુર જાણ બનતા પ્રયત્ન તેને સદુપયોગ કરવો. - સમ્યફ શ્રદ્ધાનના રક્ષણાર્થે આ અતિચાર દૂર કરી આઠ ગુણ ધારણ કરવા. જીવાદિ પદાર્થોને હેય. શેય ઉપાદેયબુદ્ધિથી યથાયોગ્ય જે સદહે તે, માતાના દૂધની માફક નિઃશંકપણે આત્મગુણરૂપ શરીનું પોષણ કરે છે, મિથ્યા આડંબરીઓના કષ્ટકર્માદિ બાહ્ય આડંબરોને દેખી તેમની પાસે સત્ય છે તેમ ધારી દોડી જવું ન જોઈએ. પણ તેમનાં વર્તન અને વચનેને બુદ્ધિ કસોટી ઉપર ચડાવી પરીક્ષા કરવી જોઈએ. ધર્મનું ફળ મળશે કે કેમ? આ સંદેહ કરવો યોગ્ય નથી. વ્યવહારનાં નાનામોટાં દરેક કાર્યનાં ફળ મળે છે તો પછી નિઃસ્પૃહભાવે કરતા ધર્મનું ફળ કેમ નહિ મળે? જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્મધર્મમાં પ્રયત્ન કરનાર યોગ્ય Its | -