Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના I 516 દશ દષ્ટાંતે પ્રાપ્ત થવી દુર્લભ છે. તે તમારામાંથી ચંડવેગને મળી ચૂકી છે. જ્ઞાનમય યાને વિવેકવાળી જિંદગી વિશેષ દુર્લભ છે. તે મેળવીને સમ્યગ્દર્શનાદિ આત્મગુણ પ્રગટ કરી, નિરંતરના માટે જન્મ. મરણને જલાંજલી આપવી જોઈએ. સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં, પ્રમાદી જીવો તેને અનાદર કરી વિષયાદિકમાં આસક્ત બને છે તેનું પરિણામ અનંતકાળપયત સંસારચક્રમાં પર્યટન કરવારૂપ અત્યંત દુ:ખમય આવે છે. આત્મા જ પોતાને મિત્ર અને શત્રુ છે. સન્માર્ગ તરફ પ્રવૃત્તિ કરતાં મિત્રની માફક સુખરૂપ નિવડે છે અને અસતમાર્ગ તરફ ગમન કરતાં શત્રુની માફક દુ:ખદાયી નિવડે છે. દુર્ગુણોને ત્યાગ કરી આત્મગુણમાં આદર કરો. તમારે સુખી થવું જ છે તો પછી સત્ય કાર્ય કરવા માટે ભાવિકાળની વાટે શા માટે જુવો છે? આત્માને ઊંચી સ્થિતિમાં લાવી સુખી થવું હોય તો આ ગુણો અવશ્ય તમે મેળવો. જિનેશ્વરોએ કહેલા જીવાજીવાદિ પદાર્થોના નિત્યા-નિત્યપણાને નિશ્ચય કરી. આત્માની અતિતા ( હયાતિ) માટે નિઃશંક બને અર્થાત આત્મા અવશ્ય છે તે બાબતમાં શંકા ન કરો. 1. વિવિધ રીતે દુઃખી થતાં પ્રાણીઓને દેખી, દ્રવ્ય ભાવ કરૂણાદષ્ટિ વડે તેઓને ઉપકાર કરે. તેઓનાં દુઃખ ઓછાં થાય તેમ તેઓને યથાશક્તિ મદદ આપો. 2. દેવ, માનવ, તિર્યંચ અને નરક, આ ચારે ગતિઓમાં ઓછું કે વધારે પણ દુઃખ છે જ, તે દુ:ખથી ઉદ્વેજીત થાઓ અને તે દખ શાંત કરવા માટે ધર્મકાર્યમાં ઉદ્યમ કરે. 3, દેવ, મનુષ્યનાં ઉત્તમ સુખ પણ અનિત્ય Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak li56 ,