Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન 504 શરીરરૂપે અત્યારે હું ત્યાગ કરું છું. આ શરીર હવે થોડા વખતમાં પડવાનું છે. એટલે આ દેહમાં જીવ રહે ત્યાં સુધી ચારે પ્રકારના આહારદિને ત્યાગ કરું છું. અર્થાત્ તે તરફથી મારું મન ખેંચી લઉં છું. તેમજ જીવનના આધારભૂત આ દેહની શુશ્રષાદિ કરવારૂપ મારા ઉપયોગને નિવર્તાવું છું. જ્ઞાન, દર્શન, ચારિત્રમય એક મારો આત્મા તે જ નિરંતરને સાથી છે. સંસારનાં કે દુ:ખનાં કારણ રૂપ તે સિવાયના સર્વ સંગે, સંબંધે કે બંધને વિરાગ ભાવે હું ત્યાગ કરું છું. સમ્યકત્વ, શ્રત અને સર્વે વિરતિરૂપ ત્રણ પ્રકારનાં સામાયિકા હું અંગીકાર કરું છું. અરિહંતાદિ ચાર પ્રકારનાં શરણે ગ્રહણ કરું છું. અરિહંતનું શરણું. 1 રાગ, દ્વેષ, કષાય અને દુર્જય વિષયાદિ શત્રુઓને જેણે નાશ કર્યો છે, તે અરિહંતનું મને શરણ હો. ભવરૂપ માળીવડે, રાગ દ્વેષરૂપ પાણીથી સીંચાઈ (પોષણ પામી) જેને કર્મરૂપ બીજો પ્રોહિત થતાં (ઊગતાં) નથી. તે અહંતા મને શણભૂત થાઓ, દેવેંદ્ર, નાગૅદ્ર. નરેંદ્ર, ચંદ્ર, બેચરેંદ્રો વડે કરાતી પૂજાને જેઓ લાયક છે. મોક્ષગમન કરવાને જેઓ [ 5 ]તયાર છે તે અહંતનું મને શરણ હે. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True | 504 ] --