Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ દર્શના મને પ્રાપ્ત થવું જ જોઈએ. હે શરણાગત વત્સલ! નિરંતર તારે મારા હૃદયમાં નિવાસ કરો. જ જોઈએ. તને હૃદયથી એક ક્ષણ પણ ન વિસારું તે અખંડ આત્મઉપગ મારો થવો જ જોઈએ. હે કૃપાળુ દેવ! ફરીને જન્મ, મરણ કરવાં ન પડે તેવી યોગ્યતા–વા સામર્થ્યવા-મદદ તું મને આપ. આપ પ્રત્યે મારી આ છેવટની અંતિમ યાચના છે. ઈત્યાદિ અરિહંતદેવને નમસ્કાર કરી રાજકુમારીએ સિદ્ધભગવાન, આચાર્યશ્રી, ઉપાધ્યાયજી + 5033 અને કૃપાળુ મુનિઓને ભાવથી નમસ્કાર કર્યો. આ જિંદગીમાં મન, વચન અને શરીરથી કાંઈ દુષ્કૃત્ય થયું હોય તે સર્વે રાજકુમારીએ આલોવ્યું. તેની ક્ષમા માગી, કષાયને વિજય કર્યો. ઇચ્છાઓને નિરોધ કર્યો, એવી રીતે આ જન્મ સંબંધી પાપસ્થાનકો આલોવી, અન્ય જન્મના કરેલાં પાપોને પશ્ચાત્તાપ કરતી રાજકુમારી આ પ્રમાણે બાલવા લાગી. અનંત સંસારમાં અનેક યોનિઓમાં અને અનેક જીના સમાગમમાંસંબંધમાં કે સહવાસમાં આવતાં મારા તરફથી, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને નાના-મોટા ત્રસ જીવોની કઈ પણ યોગે, કરવા કરાવવા અને અનુમોદન કરવા રૂપે વિરાધના થિઈ હોય તે સર્વ જીવો કૃપા કરી મારે અપરાધ ક્ષમા કરે. તેમજ હું પણ સર્વ જીવોને ક્ષમા આપું છું. સર્વ જીવો મારા મિત્ર છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી. - રાગ-દ્વેષાદિ અત્યંતર ગ્રંથિને. અને સજીવ, નિજીવ આદિ બાહ્ય ગ્રંથિને સર્વથા આ P.P.Ac Gunratnasur M.S. Jun Gun Aaradhak Trus | Noફા