Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ પ્રદર્શન 59 પ્રકરણ 40 મું. આપનું આગમન અહીં કયાંથી થયું છે! સુદર્શનાની કથા ઘણી લાંબી લંબાયેલી હવાથી ચાલતો પ્રસંગ ભુલાઈ ન જવાય તે માટે અહીં ફરી સ્મૃતિમાં લાવવામાં આવે છે. ધનપાળ પિતાનાં પત્ની આગળ આ વૃત્તાંત કહે છે. કિન્નરીએ ગિરનાર પહાડ ઉપર આ સર્વ પ્રબંધ ધનપાળને સંભળાવ્યો છે. વિમળપર્વત ઉપર ચંડવેગ વિદ્યાધર મુનિ, ચંપકલતાની આગળ આ સર્વ વૃત્તાંત કહે છે. ચંપકલતા અને ચંપકલતા ઉપર મોહિત થયેલો મહસેન રાજા, લતાના અંતરે (પછવાડે છુપાઈ) રહીન આ સર્વ વૃત્તાંત સાંભળે છે. આ મંદિર આ પર્વત પર કોણે અને કેવા પ્રસંગમાં બંધાવ્યું. આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં સદશના અને શીળવતીનું જીવનચરિત્ર કહેવામાં આવ્યું. હવે ચંપકલતાના બીજા પ્રશ્નને પ્રત્યુત્તર ચંડવેગ મુનિ આપે છે. “આપનું આગમન અહીં કયાંથી થયું છે?” મારું આગમન આ પર્વત ઉપર કયાંથી થયું છે તે પ્રશ્નનો ઉત્તર હું આપું છું. ચંપકલતા ! તું સાવધાન થઈને સાંભળ. મુનિસુવ્રતસ્વામી તીર્થંકરના નિર્વાણ પછી, ગણધર અને મુનિઓએ ધર્મોપદેશ આપી, જૈનદર્શન પ્રકાશિત કરતાં, ક્રમે છ લાખ વર્ષ વ્યતીત થયાં, એ અવસરે નમિનાથ તીર્થકર, | 500 A Gun