Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ તે મંદિરમાં પથ્થર ઉપર મજબૂત બેસાડવામાં આવ્યો. | (છેવટે લખવામાં આવ્યું કે, જિનધમી મહારાજાઓ જ્યાં સુધી આ પૃથ્વીને ઉપભેગ કરે (તે પૃથ્વી પર રાજ્ય કરે ) ત્યાં સુધી સંસારને ઉચછેદ કરનાર અર્થાત સંસારને પાર પમાડનાર આ તીર્થ વિજયમાનું રહે. - સુદર્શના . 496aaaa પ્રકરણ 39 મું. સુદર્શનાનું ધર્મમય જીવન અને દેવભૂમિમાં ગમન મંદિર પૂર્ણ થયા પછી સુદર્શના નિરંતર ભક્તિથી આદર પૂર્વક પ્રભુનું પૂજન કરતી હતી. ત્રિકાળ સ્નાત્ર અને અર્ચનમાં દિવસને માટે ભાગ પસાર કરતી હતી. તેમ જ સુપાત્રમાં દાન આપતાં દિવસો પસાર કરતી હતી. બીજા ધર્મકાર્યોમાં શિથિલ આદરવાળી અને મંદિરમાં જ લીન થયેલી સુદર્શનાને દેખી શીલવતીએ આદરથી સુદર્શનાએ કહ્યું : પુત્રી ! જુઓ કે જિનમંદિર ઉપયોગી છે, છતાં મંદિર કરતા જિનેશ્વરોએ તપ સંયમને અધિક કહ્યો છે. આ દેહ ક્ષણભંગુર છે તેમાંથી Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak