Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 1 4532 છે. તે અન્ય જન્મમાં ઘણી સુલભતાથી ઉત્તમ ધર્મરત્ન પામે છે. તીર્થકરની દેશનાશક્તિનું સામર્થ્ય અદૂભૂત હોય છે. તે અલૌકિક શક્તિ યા અતિશયના માહાતમ્યથી આજુબાજુ એક જન જેટલા વિસ્તારમાં રહેલા જીવો સાંભળી શકે છે. પશુઓ પણ પોતપોતાની ભાષામાં તીર્થકરના કહેવાનો આશય સમજી શકે છે.” “જિનમંદિર બનાવવાથી અન્ય જન્મમાં ધર્મપ્રાપ્તિ સુલભતાથી થાય છે.” તીર્થકરના મુખથી નીકળેલું આ વચન સાંભળતાં જ તે અશ્વ (ઘોડે) ઈહાપોહ-વિચારણા કરવા લાગ્યો. વિચારણાની તીક્ષ્ણ પ્રણાલિકામાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ થતાં જ તેનાં અવયવોશરીરને ભાગ હર્ષથી ઉલ્લાસ પામ્યા. નેત્રે વિકસિત થયાં. તે પોતાને હર્ષ બીજાને જણાવતા હોય તેમ ખરના અગ્રભાગથી વારંવાર જમીન ખણ, ગંભીર સ્વરે હેષાર કરવા લાગ્યો. તીર્થંકર પાસેની ભૂમિકા મનુષ્પાદિથી સંકુલ (વ્યાપ્ત) હતી, તથાપિ તે અશ્વ નિઃશંક અને નિર્ભયપણે મુનિસુવ્રતસ્વામી પાસે આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરી વારંવાર નમસ્કાર કરવા લાગ્યો, આ પ્રમાણે અશ્વને હર્ષ અને તેની ક્રિયા-પ્રવૃત્તિ દેખી જિતશત્રુ રાજા હર્ષ, વિસ્મયથી તે મહાપ્રભુને નમસ્કાર કરી પૂછવા લાગે. હે પ્રભુ! તીર્થકરોના વચનેથી તિય બોધ પામે તે વિષે મને કાંઈ આશ્ચર્ય થતું નથી, પણ આ અશ્વને આટલો બધો હર્ષ થાય છે એ જ મને આશ્ચર્ય થાય છે. આપ તેના II475 II P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TIES