Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદશના if 484 વિજ્ઞાની (શલાટ-કડીયાદિ ) તથા કામ કરવાવાળો મજુર, નોકર ચાકરાદિકને અવસરે દાન આપી સંતષિત રાખવા તેથી તેઓ મંદિર બંધાવનારનું ભલું ઈચ્છતા લાગણીથી અને સંતોષથી કામ કરે છે, તે મંદિરમાં મુનિસુવ્રતસ્વામીનું બિંબ વીશ ધનુષ્ય પ્રમાણનું મસ્કત મણિમય બનાવવું. તેમનાં પ્રમાણ પ્રમાણે બનાવતાં તે બિંબ સાક્ષાત જાણે તે પ્રભુને જોતા હોઈએ તેમ જેનાર મનુષ્યને આનંદ ઉત્પન્ન કરી તેમના ગુણગણને સ્મરણ કરવાનું નિમિત્તભૂત થાય છે. શાસનની પ્રભાવના માટે, ઉન્નતિ માટે જે મનુષ્ય જિનમંદિર બંધાવે છે તે મનુષ્યો દેવવિમાનમાં ઉત્પન્ન થાય છે. સૌમ્ય, સ્થિર, વિશાળ અને પાપહર જિનબિંબ બનાવનાર અમર અપ્સરાઓથી પર છત દેવિક વૈભવ ભોગવે છે. પવિત્ર થઈ મનને નિર્મળ કરી જે મનુષ્ય સુગંધી પુષ્પથી ભક્તિપૂર્વક જિનેશ્વર દેવની પૂજા કરે છે તે દિવ્ય પુષ્પમાલાથી અલંકૃત થઈ દેવલોકમાં વસે છે. જિનેશ્વરનાં દર્શન–ચાત્રા અને તેમની આગળ શુભ ભાવથી નૃત્યાદિ પોતે કરે, બીજાને ઉપદેશ આપી કરાવે અથવા તેમ કરનારની અનુમોદના કરે–પ્રશંસા કરે તથા પોતે પણ તે મહાપ્રભુની–પ્રભુના ગુણની સ્તુતિ કરે છે તે પિતે પણ અમર રમણીઓથી પૂજાય છે–રસ્તવના કરાય છે. Ac Gunratnasur MS. Jun Gun Aaradhak T