Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ બુદર્શના કે ભંગાર, આરતિ, કળશ, ધૂપઘાણું, શંખ અને જયઘંટાદિ જિનમંદિરમાં આપવાથી તે મહદ્ધિક દેવ થાય છે. - નિર્ધન મનુ પણ પરિણામની નિર્મળતા યા પવિત્રતાપૂર્વક જિનબિંબનું પ્રમાર્જન કરી, જિનેશ્વરની સ્તવના કરે, ગાયન કરે, નૃત્ય કરે, કરનારાઓની અનુમોદના કરે, તો તે મનુષ્યો પણ પરમ બાધિને (સમ્યકત્વને) પામી, અમર, નર સંબંધી વિભવ ભેગવી નિયમથી સાત, આઠ ભવમાં નિર્વાણ પામે છે, માટે આ સર્વ કર્તવ્યો ભક્તિપૂર્વક શકત્વનુસાર યતનાથી વિશુદ્ધ પરિણામે કરવાં. સુદર્શના ! આ સર્વ કર્તવ્યો તારે સ્વાધીન છે કે જે કર્તવ્યો મેં તને અનુક્રમે બતાવ્યાં છે. તે સર્વ કર્તવ્યો વિધિપૂર્વક જે તું કરીશ તો તેનાં ફળ પરંપરાએ તને મોક્ષપયત પ્રાપ્ત થશે. જ્ઞાનભાનુ ગુરુનો ઉપદેશ સાંભળી સુદર્શનાના આનંદનો પાર ન રહ્યો. “હું ભરૂચ જઈશ. અને ત્યાં એક સુંદર જિનમંદિર બંધાવીશ.” એવી પિતાની પ્રથમ જ ભાવના હતી. તેમાં ગુરુશ્રીના ઉપદેશનું પોષણ મળ્યું. સમવસરણની ભૂમિ ઉપર ગુરુશ્રીએ કહેલ વિધિપૂર્વક એક વિશાળ મંદિર બંધાવવું, એ પિતાને વિચાર નકકી કરી, ગુરુશ્રીને નમસ્કાર કરી, સુદર્શના શીળવતી વિગેરે ત્યાંથી ઊઠયા. રસ્તામાં ગુરુશ્રીના ઉપદેશનું મનન કરતાં તેઓ જિતશત્રુ / 485 Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak