Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ પુરના S483|| સુદર્શન ! તું આ સર્વ ગુણસંપન્ન છે, માટે જિનમંદિર બાંધવાને તને અધિકાર છે. આ સમવસરણની ભૂમિને સ્થાને તે મંદિર બંધાવવું તને યોગ્ય છે. જિનેશ્વરનાં ચરણકમળનાં સ્પર્શથી આ સમવસરણની ભૂમિકા પવિત્ર છે તોપણ જ્ઞાનીઓએ કહેલું છે કે મંદિર બંધાવતાં પ્રથમ વિધિપૂર્વક મંગળ કરવું જોઈએ. ઉત્તમ કાર્યો વિધિપૂર્વક કરવાથી મહાનું ફળ આપે છે. વિધિ વિનાના ઉત્તમ કાર્યો તાદશ ફળ આપતાં નથી. તીર્થકરે કૃતકૃત્ય થાય છે. તેમને કરવાનું કાંઈ પણ બાકી હોતું નથી કારણ દે પણ જેમની આજ્ઞા માન્ય કરે છે અને પૂજન કરે છે એટલે વિધિ ન કરવાથી તેમને કાંઈ લાભ કે નુકસાન નથી. તથાપિ તીર્થની ઉન્નત્તિ કરવા માટે જિનભુવન બંધાવવામાં વિધિ કરવી જોઈએ. પ્રથમ જિનમંદિરના પ્રારંભમાં દિશિ દેવતાઓ (દિકપાળો)ની પૂજા કરવી, યાચકોને દાન આપવું, સ્વજનનું સન્માન કરવું અને નગરના લોકોને ખુશી કરવા. જિનમંદિર બંધાવવા માટે જોઈતા પથ્થર આદિ નિમિત્ત જ્ઞાનપૂર્વક અને વિશેષ મૂલ્ય આપીને લાવવા. સામા વેચનારનું દિલ દુખાવી ઓછી કિંમત આપી ન લાવવા. તે પણ ત્રસ જીવોની વિરાધના ન થાય તેમ યતનાપૂર્વક લાવવા લેવા જોઈએ; કેમકે આ ધર્મ અર્થે આરંભ છે તેથી દરેક કાર્ય યતનાપૂર્વક કરવું જોઈએ. ભૂમિમાં રહેલા શલ્યાદિ દોષ ( વાસ્તુશાસ્ત્રાદિકમાં કહેલા દેષ ) દૂર કરવા ત્યાર પછી જ તે ભૂમિ ! ઉપર મંદિર બંધાવવું. આ પ્રમાણે કરવાથી તે મંદિરે સદાને માટે ઘણું પ્રભાવિક થાય છે. P.PAC Gunratnasur MS. Jun Gun Aaradhak Trust I 483